________________
૨૨૨
કથામ જરી–૨
અતિશય સુંદર જોઈને તેના હસ્તના મે સ્પર્શ કર્યાં હતા, તે વખતે કામદેવના આવિષ્કાર મારા અંગમાં થયા હતા, અને તેની સાથે વિષય લેાગવવાની ઈચ્છા મેં કરી હતી. તે વખતે એક રૂપવંત ચંડાલ યુવાન ત્યાં આવ્યા, તેથી તેની સાથે પણ ભાગ ભાગવવાની મને ઈચ્છા થઈ હતી. ત્યાંથી હું પાછી આવતી હતી, ત્યારે ધોબીને દેખીને પણ મને તેવી જ અભિલાષા થઈ હતી. પછી હું મહેલમાં આવી, તે વખતે કામદેવને વશવર્તી મેં નાગરવેલનું પાન ખાવા હાથમાં લીધું હતું, તેના ઊપર એક વીંછી હતા, તેના મને સ્પર્શ થયા, તે વખતે કામના અતિશય આવેગના લીધે, તેની સાથે પણ ભાગ ભાગવવાની ઈચ્છા મને થઈ હતી. આ પ્રમાણે ઈચ્છા માત્રથી જ, તે તારા પિતા છે. બાકી તારા ખરા પિતા તે તે જ છે કે જે વાત જગપ્રસિદ્ધ છે.
માતાની આ હકીકત સાંભળીને રાજાએ નમસ્કાર કર્યાં. પછી રાહકના બુદ્ધિ ચાતુર્યથી મનમાં વિસ્મય પામેલેા રાજા રાજદરબારમાં ગયા અને સર્વ મંત્રીએના અગ્રેસર તરીકે, રાહકને મુખ્ય પ્રધાન બનાવ્યેા.
જ્ઞાનની તથા જ્ઞાનીની ઉત્કૃષ્ટ ભક્તિ કરવાથી રાહક જેવી ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, માટે જ્ઞાન અને જ્ઞાનીની મને તેટલી ભક્તિ કરવી
જેઈ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org