________________
૨૧૮
કથામંજરી-૨ રહેઠાણ વનની પૂર્વ દિશામાં ફેરવી નાખ્યા તેથી ગામની પશ્ચિમ દિશામાં વન આવી ગયું. રાજાને આ હકીકતની ખબર આપવામાં આવી.
ફરીથી રાજાએ કહેવરાવ્યું કે –“અગ્નિ વિના ખીર રાંધીને મોકલજે.” પાછા બધાંએ એકઠા થઈને રેહકને પૂછયું. રેહકે કહ્યું કે “ચેખાને પાણીથી પલાળીને સૂર્યના કિરણેથી ગરમ થઈ ગએલા ઘાસ તથા પરાલાદિની ગરમીમાં દૂધ તથા ચેખાથી ભરેલી થાળી મૂકવી, એટલે ખીર રંધાઈ જશે.” તેઓએ તે પ્રમાણે કર્યું. ખીર રંધાઈ ગઈ રાજાને તે હકીકત નિવેદન કરી. તે સાંભળીને રાજા ચિત્તમાં બહુ ચમત્કાર પામ્યો.
રાજાએ આ બધે રાહકને બુદ્ધિવૈભવ જાણીને, તેને બોલાવવા માટે હુકમ ફરમાવ્યું કે –“જે બાળકે મારા લગભગ બધા હુકમે પિતાના બુદ્ધિબળથી અમલમાં મૂક્યા છે, તેણે અહીં આવવું. પરંતુ અજવાળીયા અથવા અંધારીયા પખવાડિયામાં આવવું નહિ. છાંયા અગર તડકામાં આવવું નહિ. પગે ચાલીને આવવું નહિ, તેમ અધર ઉડીને આવવું નહિ. રસ્તા પર થઈને અથવા ઉન્માર્ગે આવવું નહિ, નાહીને તેમજ નાહ્યા વગર આવવું નહિ.”
આ પ્રમાણેને હુકમ મળવાથી રેહકે ગળા સુધી સ્નાન કર્યું, અને બળદ ગાડીના બે પિડાના વચલા ભાગ ઉપર એક ઘેટાને નીચે રાખીને, તેના ઉપર બેસીને, માથે ચાળણને છત્ર તરીકે રાખીને, અમાવાસ્યા અને એકમના સંધિ સમયે, સંધ્યાકાળે રાજા પાસે આવ્યે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org