________________
૨૦૮
કથામંજરી-૨ તેથી તે જ મારા ગુરુ છે. તેમના મુખકમળથી ઉચ્ચારાયેલ શુદ્ધ ધર્મનું જ મને શરણ છે.”
આ પ્રમાણે સમજીને તે ગુરુ તરફ કમલની બુદ્ધિ વિશેષ બચાણી, તેથી તે ગુરુ પાસે જઈને વિજ્ઞપ્તિ કરી તે પિતાના નગરમાં આગ્રહથી તેડી લાવ્યો. અને તેમની પાસેથી બારવ્રત રૂપ શ્રાવકધર્મ તેણે અંગિકાર કર્યો. ગુરુના ચરણકમલની તેણે બહુ આદરથી સેવા કરી અને ગ્રહણ કરેલ ધર્મને સારી રીતે પાળીને અનુક્રમે તે કમલ સ્વર્ગ ગયે, અને ત્યાંથી ચ્યવીને મેક્ષપદને પ્રાપ્ત કરશે.
નાને સરખે પણ નિયમ પાળવાથી કમલ સુખી થો માટે દરેક માણસે જીંદગીમાં એકાદ નિયમ પણ લેવો જોઈએ, અને તે નિયમને જીવનના અંત સુધી પાળવો જોઈએ. નિયમનું પાલન કરનાર માણસો સુખી થાય છે અને અંતે મોક્ષે જાય છે. એ આ કથાને સાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org