________________
કમલશેઠની કથા
૨૦૭ તે ખાવાની તયારી કરતો હતો, તેવામાં તેને પિતાને તે નિયમ યાદ આવ્યો. તરત જ તે ઊભે થયો, અને ઘરના ઉપરના ભાગમાં ચઢીને તે કુંભારને જોવા લાગ્યો. ત્યાં તેણે કુંભારણને જોઈ; એટલે “અંતિક કુંભાર ક્યાં ગયો છે?” એમ પૂછ્યું. તેણે “માટી લેવા ખાણે ગયા છે” એમ કહ્યું.
એટલે કમલ પણ ખાણે ગયે. તે વખતે કુંભારને ભૂમિમાંથી નિધાન પ્રાપ્ત થયું હતું. તેને તે બહાર કાઢત હતો. તેવામાં તેની તાલ દેખીને કમલ ઉંચે સ્વરે બે કે-“દીઠું ! દીઠું” એટલે કુંભારને ભય લાગવાથી બહાર નીકળી ઘેર જતા કમલના પગમાં પડીને પ્રણામપૂર્વક કહ્યું કે “સ્વામિન્ ! જીવાડો! જીવાડે ! તાણને મોટા અવાજે કાંઈ બોલશે નહિ. આ નિધિમાંથી અડધું અથવા તો બધું તમે લઈ લેજો.”
ધૂર્તોમાં શિરોમણિ કમલે આ પ્રમાણે પરમાર્થ જાણ્યા પછી તેને વારંવાર બીવરાવીને પ્રાયઃ આ નિધિ પિતે લઈ લીધે. અનુકંપાથી માત્ર થોડું દ્રવ્ય તે કુંભારને આપ્યું. ચેરના નસીબમાં બહુ દ્રવ્ય હેતું નથી.”
પછી ઘેર આવીને જમીને કમલ સૂઈ ગયે. બીજા દિવસે સવારે ઉઠ્યો, ત્યારે સ્વચ્છ બુદ્ધિવડે તે વિચારવા લાગ્યો કે માત્ર મશ્કરી કરવા માટે હસવા જે લીધેલો નિયમ પણ મને સફળ થયો. ખરેખર ! જ્ઞાની ગુરુએ આવે નિયમ આપીને અન્ય વ્રતાદિ ગ્રહણ કરવામાં મને નિશ્ચળ કર્યો છે. સુકૃત્ય ત આલોકમાં પણ ફળ આપનાર થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org