________________
કમલશેઠની કથા
૨૦૧ આચાર્ય મહારાજે તેને ઓળખીને પૂછ્યું કે “તું શ્રીપતિ શેઠને પુત્ર કમલ છું.”
કમલે કહ્યું કે-“હા! હું કમલ છું.”
આચાર્યે કહ્યું કે-“મારા મુખ સામે બરાબર ધ્યાન દઈને સિદ્ધાંતના ઉપદેશને સાંભળ.”
કમલે કહ્યું કે-“હું સાંભળીશ.”
પછી વિનયપૂર્વક તે સાંભળવા બેઠે. એક પહોર (દેઢ કલાક) સુધી ગુરુએ તેને ધર્મના તત્તને ઉપદેશ આપીને પૂછ્યું કે-“તે બરાબર સાંભળ્યું? તું શું સમજ્યો ?”
કમલે કહ્યું કે-“ભગવદ્ ! કાંઈક સમજ્યો, કાંઈકન સમજે.”
આચાર્ય કહ્યું કે-“શા કારણથી એમ થયું?”
કમલે કહ્યું કે-“પૂજ્ય ! આપ જ્યારે તેને કહેતા હતા, ત્યારે આપના ગળાનો હઈડીઓ એકસેને આઠ વખત ઉચે નીચે થયો તે મેં ગયે, પરંતુ ચમર, અમર, ભ્રમર, તમર વગેરે શબ્દો કે જે ગળાથી બોલાય છે તે આપ બહુ ઉતાવળથી બોલતા હતા, ત્યારે હઈડીઆનું ચલન મારાથી ગણી શકાયું નથી.”
આચાર્યે વિચાર્યું કે “અહે ! આ ખરેખર કુત્સિત માણસ દેખાય છે. મારા જેવા હિતચિંતકની પણ તે મશ્કરી કરે છે.” આ પ્રમાણે વિચાર કરીને ગુરુ મહારાજ ચૂપ થઈ ગયા.
કમલ પણ જેવો આવ્યો હતો તે ચાલે ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org