________________
કમલશેઠની સ્થા
૧૨૯ પુન્યની ઈચ્છાવાળા માણસે થોડો પણ નિયમ જરૂર ગ્રહણ કરવા જોઈએ. થોડો પણ લીધેલો નિયમ કઈક સમયે બહુ જ લાભ આપે છે.”
શLપુર નામના એક સુંદર શહેરમાં શ્રીપતિ નામનો એક શેઠ રહેતો હતો. તે શેઠે શ્રાવકનાં બાર વ્રત ધારણ કરેલાં હતાં. તે ન્યાયથી જ ધન પેદા કરતો હતો. વળી તે મેટા લોકમાં પ્રીતિ પાત્ર હતો. તે શેઠને ઉત્તમ શીલવાળી સુંદરી નામની ધર્મપત્નિ હતી. આ દંપતીને કમલ નામને એક પુત્ર હતો.
કમલ પિતાથી ઉલટા ગુણવાળો હતે. તે લાજ રહિત, ધર્મથી વિમુખ, ખાઉધરે અને દેઢડાહ્યો હતો. સાધુજનેની તે નિંદા કરતો હતો અને પરમાત્માની સ્તુતિને તે મિથ્યા પ્રલાપ સમાન માનતે હતે.
એક વખતે શ્રીપતિ શેઠે પુત્રને ખાનગીમાં શિખામણ આપી કેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org