________________
૧૭
અભયકુમારની કથા આવી રાત્રિએ શિયામાં સૂતી. તે વખતે પોતાને હાથ સોડની બહાર રહી ગયે, ને ઉંઘમાં બેલી કે તેનું શું થતું હશે.”
રાજા શ્રેણિકે આ શબ્દો સાંભળી વિચાર કર્યો કે મારું આખું અંતઃપુર દુરાચારી છે. પરેઢીએ અભયકુમારે આવીને રાજાને પ્રણામ કર્યા. તે વખતે શ્રેણિકે કહ્યું કે અંતઃપુરને બાળી નાખ. એવી આજ્ઞા આપીને પિતે પ્રભુ મહાવીરને પૂછવા ગયેા. પાછળથી અભયકુમારે વિચાર્યું કે અંતેઉરમાં તો ચેલણ વગેરે મહાસતીઓ છે, માટે સળગાવી દેવાય નહિ. એમ વિચારીને એક જૂની હસ્તિશાલા હતી, તેને આગ લગાડીને પોતે પ્રભુ શ્રી મહાવીરના સમવસરણ ભણી ચાલ્યો.
અહીં શ્રેણિકે પ્રભુને પૂછયું કે “હે ભગવન્! મારી સ્ત્રી ચેલણ સતી છે, કે અસતી છે?” પ્રભુએ કહ્યું કે “ચેડા મહારાજાની સાત પુત્રીઓ સતી છે. તે સાંભળી શ્રેણિક પાછો વળે. રાજમહેલમાં આગ બળતી દીઠી. માર્ગમાં અભયકુમાર મળ્યો. રાજાએ તેને પૂછ્યું કે “અંતેઉરને આગ લગાડી?” અભયે કહ્યું કે “હા સ્વામી! આગ લગાડી. તે વખતે શ્રેણિકે કહ્યું કે “તું તેમાં કેમ ન બળ્યો ? તું મારાથી દૂર જતો રહે ” અભયકુમારને પિતાને આદેશ મળી જવાથી તરત જ પ્રભુ શ્રી મહાવીરના સમવસરણમાં પહોંચી ગયા. પ્રભુ શ્રી મહાવીરની પાસે દીક્ષા પણ લઈ લીધી. રાજા શ્રેણિક પણ જૂની હસ્તિશાળો બળતી જઈને ફરી સમવસરણ ભણી ચાલ્યું. રાજા શ્રેણિક આવ્યો તે પહેલાં તે અભયકુમાર દીક્ષા લઈને સાધુઓના સમુદાયમાં જઈને બેઠા હતા. અભયકુમાર નિરતિચાર ચારિત્ર પાળી, કાળ પામીને, સર્વાર્થસિદ્ધ વિમાને પહોંચ્યા. ત્યાંથી મનુષ્યજનમ લઈને મેક્ષે જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW