SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯: જિનદત્ત શેઠની કથા વ્યાપાર કરતો. હરણ, બકરાં, તેતર, ચકલી વગેરે પક્ષીઓને કેઈએ બાંધેલાં હેય તેમની પાસેથી છોડાવી મૂકાવત. બંદીખાને પડેલા બંદીઓને પણ પિતાનું દ્રવ્ય ખરચીને છેડાવતો હતો. કસાઈખાનેથી જાનવરે છોડાવી લાવ. દેવ ગુરુ ધર્મના રંગે ખૂબ રંગાએ હતો. શત્રુંજય તીર્થની તેને યાત્રા પણ કરી હતી. આયુષ્ય પૂર્ણ કરીને, કરેલા પુણ્યના યોગે દેવલોકમાં દેવતા થયા. તેમાં ધરણાને જીવ તે તમે પિતે જ છે, અને સાધારણને જીવ તે તમારે પુત્ર જિનદત્ત છે. તે સુખી અને નિરોગી છે, તેનું કારણ પૂર્વભવનું જે પુણ્ય ઉપાર્જન કરેલું છે તે છે. આ પ્રમાણે ગુરુના મુખે સાંભળવાથી, બને જણાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાના પાછલા ભવ જોયા. વૈરાગ્ય ઉત્પન્ન થવાથી, સવિશેષ શ્રાવકધર્મ પાળવા લાગ્યા. પછી ગુરુને વંદન કરીને ઘેર આવ્યા. અનેક પ્રકારનાં પુણ્ય કીધાં. સુકૃત કાર્યો કર્યા, સુપાત્રે દાન દીધાં, પાછળની અવસ્થામાં બંને જણાએ દીક્ષા લીધી. અંતિમ સમયે અનશન કરી, દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને મનુષ્ય જનમ. પામી, અનુકમે મોક્ષે જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy