________________
૧૮૮
કથામંજરી–૨ કહેવા લાગી કે “હે શેઠ! તું ધન્ય છે ! તું મહા સાહસિક અને પુણ્યવાન છે. તારું પહેલું વ્રત તું બરાબર પાળે છે કે નહિ. તેની મેં પરીક્ષા કરી, તે સંબંધી મારે જે અપરાધ થયે હોય તેની ક્ષમા આપજે. તું મારે સાચે સાધમ ભાઈ છે, માટે તારા ઊપર ઉપકાર કરે એ મારી ફરજ છે. તું જિનેશ્વરદેવની ભક્તિ કર, તેથી તેને પુત્રની પ્રાપ્તિ થશે. તારે
ત્યાં જે પુત્ર જનમે તેનું નામ જિનદત્ત પાડજે.” એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ
કેટલાક દિવસ પછી શેઠની સ્ત્રીએ પુત્રને જનમ આપે. શેઠે પુત્ર જનમનો મોટો મહત્સવ કર્યો. સ્વજનેને જમાડ્યાં. અને દેવીના કહેવા મુજબ પુત્રનું જિનદત્ત નામ પાડવામાં આવ્યું. નિશાળે ભણી ગણીને, સર્વ કળાઓમાં પારંગત થયે. યૌવનવય પ્રાપ્ત થતાં જિનદત્તને શેઠે ઉત્તમ કુલની કન્યા પરણાવી. તે જિનદત્ત નિરોગી હતે. નિરંતર જિનેશ્વરદેવોની પૂજા વગેરે કરતે હતો. વળી પિતાના પિતાને બહુ જ વહાલે હતો.
એક વખત નગરની બહારના ઉદ્યાનમાં જ્ઞાની ગુરુ પધાર્યા. શેઠ પુત્ર સહિત વંદન કરવા ગયો. ધર્મોપદેશ સાંભળ્યા પછી ચંદન શેઠે પૂછયું કે “મારે જિનદત્ત પુત્ર નિરોગી સુખી, સર્વને પ્રિય થવાનું શું કારણ?” તે કૃપા કરીને કહે. તે વખતે ગુરુએ કહ્યું કે તારે પુત્ર આટલું બધું સુખ વગેરે કયા કારણથી પામ્યો તે કહું છું તે તું સાંભળઃ
આ જ નગરમાં ધરણા નામનો એક વણિક રહેતું હતું, તેને સાધારણ નામે એક પુત્ર હતો. પિતા અને પુત્ર, બંને જણા દયાળુ હતા. તેમાં સાધારણ તો પાપ વગરનો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org