________________
જગસુંદર અને અસુંદરની કથા
૧ ૨ ૩
ટણ શહેરમાં દેવસિંહ નામનો એક શેઠ રહેતે હતો. તેને સરલ સ્વભાવવાળી દેવશ્રી નામની સ્ત્રી હતી. દેવશ્રીએ એક પાછલી રાતના ફળ, ફૂલથી ભરેલા આંબાના એક ઝાડને પોતાના મુખમાં પેસતા સ્વપ્નમાં દેખ્યું. એટલામાં જાગ્રત થઈને, તે સ્વપ્નની હકીકત તેણીએ પોતાના પતિને કહી. તેના પતિએ, તેણુને કહ્યું કે તને આંબાના વૃક્ષ જે ગુણવંત એક પુત્ર થશે. તે સાંભળી દેવશ્રી રાજી થઈ
પૂર્ણ દિવસે દેવશ્રીએ એક સુંદર પુત્રને જનમ આપે. શેઠ સગા વહાલાંઓને જમાડ્યાં. તેનું નામ જગસુંદર પાડવામાં આવ્યું. તે પુત્ર ભણું ગણુને યુવાન થયે, ત્યારે ઘણી કન્યાએ પરણ્યો. તે દાન દઈને ગરીબને ઉદ્ધાર કરતો હતો.
વળી દેવશ્રીએ એક પાછલી રાતના દવથી બળેલા વૃક્ષને પિતાના મુખમાં પેસતાં દેખ્યું. ખરાબ સ્વપ્ન જાણી પિતાના પતિને કહ્યું નહિ. પૂર્ણ માસ થયે કાળે, બુ, દાંતવાળો તથા નાના કાનવાળો, મોટા પેટવાળો; નાના હાથવાળો, શરીરે ઘણા વાળવાળ, દુર્ભાગી તથા ખરાબ સ્વરવાળો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org