________________
કર્મણ ખેડુતની કથા
૧૭૯
મહારાજ! કયા કર્મને લીધે આ મારો પુત્ર રાગી, પાંગળા અને નિર્ધન થયેા છે? તે વખતે ગુરુએ કહ્યું કે એણે પાછલા ભવે, ખેતી કરતી વખતે બળદોને, ભૂખ્યા અને તરસ્યા હળે જોડેલા છે, તેમના સાંધાઓમાં ઘા કરેલા છે, અને મારેલા છે. પરંતુ અંત સમયે પશ્ચાત્તાપ કરવાથી મનુષ્યભવ પામીને તારા પુત્ર થયા છે.
ગુરુની આવી વાણી સાંભળીને, હલ તથા ખેતરના પાપને આલેાઈ ને આપે દીક્ષા લીધી, અને કર્મણે શ્રાવકધર્મ અંગિકાર કર્યાં, આયુષ્ય પૂર્ણ કરીને બંને દેવલેાકે ગયા.
પેાતાની સાથે કામ કરનાર માણસાને તથા બળદ વગેરે પશુઓને વખતસર ખાવા નહિ આપનાર મનુષ્ય કર્મ ણુની માફક પાંગળા થાય છે. માટે પેાતાના તાબાના માણસાને તથા પશુઓને વખતસર ખાવા આપવાથી માણસ સંપુણૅ અંગવાળેા અને સુખી થાય છે એ આ કથાના સાર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org