________________
૧૭૬
કથામંજરી-૨ किं च ॥ सत्यं शौचं तपः शौचं, शौचमिंद्रियनिग्रहः ।
सर्वभूतया शौचं, जलशौचं च पंचमम् ॥ २ ॥ चित्तं रागादिभिः क्लिष्टमलीक वचनैर्मुखं । जीवहिंसादिभिः कायो, गंगा तस्यपराङ्मुखी ॥३॥
અર્થાત-જેનું અંતઃકરણ દુષ્ટ છે, તે પુરુષ સ્નાનથી શુદ્ધ થતો નથી. જેમ મદિરાના પાત્રને હજાર વાર પાણીથી દેવામાં આવે તો પણ તે શુદ્ધ થતું નથી. વળી સત્યરૂપ શૌચ પ્રથમ છે, તપ રૂ૫ શૌચ બીજું છે, ઈંદ્રિય નિગ્રહ રૂપ શૌચ ત્રીજું છે, સર્વ ભૂત પર દયા રૂપ શૌચ ચોથું છે અને જલ રૂ૫ શૌચ પાંચમું છેવટનું છે. વળી જેનું ચિત્ત રાગાદિકથી કિલષ્ટ છે, બેટું બેલવાથી જેનું મુખ અપવિત્ર છે, તથા જીવહિંસાદિકથી જેની કાયા અપવિત્ર છે, તેવા પુરુષને ગંગા પણ પવિત્ર કરતી નથી.” વળી કહ્યું છે કે – " आत्मा नदी संयम पुण्यतोया, सत्यावहा शीलदयातटोमि । तत्राभिषेकं कुरु पांडुपुत्र, न वारिणा शुद्धयति चांतरात्मा।।
અર્થાત્ –હે પાંડુરાજાના પુત્ર અર્જુન! સંયમ અને તપ રૂપ જલે કરીને સહિત, સત્ય રૂપ જેને પ્રવાહ છે એવી, તથા શીલ અને દયા રૂપ જેના બે કિનારા છે, તેવી આત્મા રૂ૫ નદીમાં તું અભિષેક કર. અર્થાત્ તેમાં સ્નાન કર.”
વળી તેં કહ્યું કે તમે નિર્ગુણ છે, તે પણ તારુ બોલવું અયુક્ત છે. કારણ કે ક્ષમા, દયા અને કિયા પ્રમુખ અનેક ગુણે પ્રત્યક્ષ પણે અમારામાં દેખાય છે, તે અમે નિર્ગુણી શી રીતે કહેવાઈએ. સમાદિકે કરી ચિત્ત શુદ્ધ થાય છે, સત્ય બલવાથી મુખ શુદ્ધ થાય છે; બ્રહ્મચર્યાદિકે કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org