________________
૧૭૫
અગ્નિશર્મા બ્રાહ્મણની કથા લોકે શા માટે તમારી પૂજા કરે છે? જો વેદના જાણકાર, એવા પવિત્ર બ્રાહ્મણને દાન આપી, તેની પૂજા કરે તો જીવ સ્વર્ગમાં જાય. અમે યજ્ઞ કરીને બાકડા જેવા જનાવરને પણ સ્વર્ગમાં મેકલીએ છિએ, એવી રીતે બેલવા લાગ્યો.
તેને એક શિષ્ય કહ્યું કે તું પ્રથમ મારી સાથે જ વાદ કર. હું જ તારા પ્રશ્નોને જવાબ આપું છું, તે સાંભળ. તું કહે છે કે તમે શુદ્ર છે, અમે જ બ્રાહ્મણ છિએ; તે તારું બેલિવું અયુક્ત છે. કહ્યું પણ છે કે –
ब्राह्मणो ब्रह्मचर्येण, यथा शिल्पेन शिल्पकः। अन्यथा नाममात्रं स्यादिद्रगोपक कीटवत् ॥१॥
અર્થાતુ–જે બ્રહ્મચર્ય પાળે તે બ્રાહ્મણ કહેવાય; જેમ શિલ્પીના ગુણ જેનામાં હેય તે શિલ્પી કહેવાય છે. જે તેનામાં બ્રહ્મચર્ય ના હોય તે ઈંદ્રગેપ નામના કીડાની માફક તે નામને જ બ્રાહ્મણ જાણે.
વળી તું કહે છે કે તમે અશૌચ છે, તે પણ અયુક્ત છે. સ્નાન કરી પાણી ઢળી, પાણીના જીવોની વિરાધના કરવાથી જ કાંઈ શૌચપણું પ્રાપ્ત થતું નથી. જે સ્નાન કીધાથી જ શૌચતા પ્રાપ્ત થતી હતી, તો પાણીમાં નિરંતર સ્નાન જ કર્યા કરનાર માછલાં પવિત્ર જ થવાં જોઈએ. પરંતુ મનની શુદ્ધિ વગરની શૌચતા હતી જ નથી. મનની શુદ્ધિમાં જ ખરી શૌચતા કહેલી છે. પુરાણમાં પણ આ પ્રમાણે કહેલું છે – " चित्तमंतर्गतं दुष्टं, तीर्थस्नानैर्न शुद्धयति । शतशोथ जलैधौत, सुराभांडमिवाशुचि ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org