________________
-૧૭૨
કથામંજરી-૨ કુટુંબના સઘળા માણસોએ એને પૂછીને સર્વ કાર્ય કરવું, એવી આજ્ઞા આજથી કરું છું. વળી તે જ દિવસથી શેઠને દાન દેવાની બુદ્ધિ પણ આવી.
કેટલો સમય વીત્યા પછી, શેઠને પાંચમે પુત્ર થયો. તેનું દત્ત નામ પાડવામાં આવ્યું. તેને હાથ પગ હતા જ નહિ. તે જ્યારે યુવાન થયે, ત્યારે લોકે તેની મશ્કરી કરવા લાગ્યા. વૈદ્યના, માલીશ વગેરેના ઘણા ઉપાયે કર્યો, પરંતુ તે બધા નિરર્થક ગયા.
એક વખત કેઈ બે સાધુએ ભિક્ષા માટે શેઠને ત્યાં આવ્યા. શેઠે તેમને બે હાથ જોડીને પૂછયું કે “હે પૂજ્ય! મારે પુત્ર સારે થાય, તે કઈ ઉપાય બતાવે.” સાધુએ કહ્યું કે “રેગ બે પ્રકારના હોય છે. એક દ્રવ્ય રોગ અને બીજો ભાવ રોગ. તેમાં દ્રવ્ય રોગનો પ્રતિકાર તે વૈદ્ય જાણે છે, અને બીજા ભાવ રોગ પ્રતિકાર અમારા ગુરુ જાણે છે. તેઓ આ ગામની બહાર હમણાં આવ્યા છે, તેમને પૂછે.’
શેઠ વનમાં ગયા. ત્યાં ગુરુને વાંદીને પૂછવા લાગ્યા કે હે પૂજ્ય! મારો પુત્ર દત્ત હાથ પગ વગરને છે. તે કઈ રીતે સાર થતો નથી, તેનું શું કારણ હશે?” તથા દ્રવ્ય રોગ અને ભાવ રેગ કોને કહેવાય ? ગુરુ બેલ્યા કે જે રાગ દ્વેષથી ખરાબ કર્મ ઉપાર્જન કરીએ તે ભાવ રોગ કહેવાય. અને કર્મ ઉદય આવ્યાથી, જેનો વિપાક જોગવીએ તે દ્રવ્ય રોગ કહેવાય છે. ભાવ રોગ મટી જવાથી દ્રવ્ય રોગ આપે આપ મટી જાય. તપ, સંયમ, દયા, કાઉસગ્ગાદિક કિયાએ કરી ભાવ રેગ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org