________________
દત્તની કથા
૧૭ ગોખમાં બેઠેલા શેઠે વિચાર્યું કે આ બંનેના વચન બરાબર નથી લાગતાં. તેથી વહૂને બોલાવીને પૂછયું કે બે પહાર દીવસ વીતી ગયા છતાં, તમે સાધુને એમ કેમ કહ્યું કે સવાર છે. વળી સાધુએ કહ્યું કે અમે બહિયે છિએ. તે વખતે તેં કહ્યું કે અમારે ઘેર વાસી જમીયે છિએ. આપણે ઘેર તે રોજ નવી જ રઈ બને છે, અને બધાં તાજી રસેઈ જમીયે છિએ. ઠંડી રાઈ તે કઈ જમતું નથી. તેમ છતાં તે સાધુને એમ કેમ કહ્યું.
આ સાંભળી લાજ કહાડીને તે વહુ બેલી કે હે પિતાજી ! સાંભળો. મેં સાધુને કહ્યું કે તમે “સવારી” એટલે “વહેલી” નાનપણમાં દીક્ષા કેમ લીધી? તે વખતે ચેલાએ કહ્યું કે “ધામણું વાર ન જાણીએ” તે હું બીડું છું. કારણ કે સંસાર અસાર છે, આયુષ્ય અસ્થિર છે, તેની બીક લાગે છે. માટે “ધામણી વાર ન જાણીએ” એટલે વખત કેમ ગુમાવીએ. કારણ કે જીવન વીજળીના ઝબકારા જેવું છે. વળી મેં કહ્યું કે “અમારે ઘેર વાસી જમીએ છિએ તેને અર્થ એમ છે કે “અમે પાછલા ભવમાં દાન પુણ્ય કર્યા છે, તેને યોગે ઋદ્ધિ મળી છે પરંતુ આ ભવમાં દાન પુણ્ય કાંઈ કરતા નથી, તેથી નવું પુણ્ય ઉપાર્જન કરતાં નથી, તેથી “વાસી જમીએ છિએ.”
આ વચન સાંભળી શેઠ વહુને મહાબુદ્ધિમાન જાણીને હર્ષ પામ્યો અને બોલ્યો કે મારી આ વહુ, સહુ વહુઓથી નાની હોવા છતાં બુદ્ધિમાં સૌથી અગ્રેસર છે, માટે એને હું મારા કુટુંબમાં મેટી કરી સ્થાપું છું. તે હવે પછી મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org