________________
અટ્ટણમલ્લ અને ફલિહમલ્લની કથા
પછી મલ્લયુદ્ધના દિવસે તેને પાર લઈને આવ્યો. ત્યાં સભામાં મલ્લયુદ્ધ વખતે ફલિહમલ અને માછીમલ, એ બંને જણા અંદર અંદર લડતા, નાચતા, હસતા, એક બીજાને મુષ્ટિપ્રહાર દેતા, પડતા, પોતપોતાના સ્થાનકે ગયા. ત્યાં અટ્ટણમલ્લે ફલિહમલને પૂછ્યું કે તને જ્યાં જ્યાં શરીર દુઃખતું હોય ત્યાં ત્યાં બતાવ. તેણે પણ સાચે સાચું બતાવ્યું કે અમુક અંગો દુખે છે. તે વખતે અટ્ટણમલ્લે ફલિહમલને સ્નાન, મર્દન કરાવી તેનું શરીર તાજું કરાવ્યું.
રાજાએ માછીમલ્લને પૂછયું કે તારા અંગ કંઈ ખે છે? પણ માછીએ શરમને લીધે દુઃખતા અંગો બતાવ્યા નહિ, અને બીજા દિવસે સભામાં સર્વ લોક સમક્ષ બંને જણ મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તેમાં માછીમલ થાકી ગયો, અને ફલિહમલે તેની ડેક મરડીને મારી નાખ્યો. તેથી ફલિહમલને યશ વૃદ્ધિ પામ્યો, અને બક્ષીસ પણ મલી. એમ અટ્ટણમલ્લની આગળ યથાસ્થિત સ્વરૂપ કહેવાથી ફલિહમલ સુખી થયો, અને માછીમલે યથાસ્થિત સ્વરૂપ ન કહ્યું, તેથી તે મરણ પામ્યો.
આ પ્રમાણે ગુરુની આગળ જે કઈ સત્ય બોલી, આયણ લે, તે અટ્ટણમલ અને ફલિહમહલની માફક સુખી થાય. અને જે કઈ ગુરુની આગળ શરમથી અસત્ય બોલે, તે માછીમલની પેઠે દુઃખી થાય.
કહ્યું પણ છે કેપાપ આલોવે આપણુ, ગુરુ આગળ નિ:શંક; નીરોગી સુખીયા હવે, નિર્મલ જેવો શંખ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org