________________
અટ્ટણમલ અને ફલિમલ્લની કથા
૧૧૯ જયણું નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતે હતું. તેને ત્યાં અટ્ટણમલ નામનો એક મોટો મલ્લ હતો. તે વખતે પાર નગરમાં સિંહગિરિ નામનો એક રાજા હતે. તે દરેક વર્ષે મલ્લયુદ્ધ કરાવતું હતું. જે કઈ મલ્લયુદ્ધમાં જીતે, તેને ઘણું ધન તથા સરપાવ આપતો હતે. સિંહગિરિ રાજાએ વિચાર્યું કે ઉજજયણીનો અટ્ટણમલ દરેક વર્ષે ઈનામ જીતી જાય છે, માટે આપણે એને કાંઈક ઉપાય કરવું જોઈએ.
પછી સિહગિરિએ એક બલવાન માછીમારને દેખી, તેને પિતાની પાસે રાખીને મલ્લયુદ્ધ શીખવ્યું, અને ખવરાવી પીવરાવીને હષ્ટપુષ્ટ કર્યો. મલ્લયુદ્ધના દિવસે અટ્ટણમલ્લે આવી મલ્લયુદ્ધ કર્યું, તેને પેલા માછીમારે જીતી લીધું. રાજાએ માછીમારને દ્રવ્ય આપ્યું. અટ્ટણમલ પાછો ફર્યો. તેણે સોરઠ દેશમાં એક મહા જોરાવર ફલિત નામને કેળી દીઠે. તેની સાથે પિસા કરાવીને, તેને ઉજજયણી લઈ ગયા. ત્યાં તેને મલવિદ્યા શીખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org