________________
કથામંજરી-૨ કહ્યું તે સત્ય થયું. પરંતુ કેઈ દુર્જન રાજાને ખબર આપશે, તે અનર્થ થશે. માટે પ્રથમથી જ હું રાજાને ખબર આપું. - આ પ્રમાણે વિચાર કરીને રાજાની આગળ નિધાનની વિગત કહી. તે જોવા માટે રાજા પુણ્યસારને ઘેર આવ્યો. ભંડાર દેખી અચંબે પામ્યો. ત્યાંથી ઊપડાવી પોતાના ભંડારમાં મૂકાવ્યા. વળી બીજા દિવસે અને પાછા ત્રીજા દિવસે પણ પુણ્યસારે તે જ પ્રમાણે ભંડાર દીઠા અને રાજા આગળ કહ્યું; રાજાએ પણ તે જ પ્રમાણે નિધાન ભંડારમાં મૂકાવ્યા.
પછી પ્રધાને કહ્યું કે મહારાજ આપે પ્રથમ બે દિવસ નિધાન લાવી આપણા ભંડારમાં મૂક્યા છે, તે અહીં મંગાવો. રાજાએ પોતાના ભંડાર ઊઘડાવીને જોતાં, નિધાન દેખ્યા નહીં. તે વખતે રાજાએ કહ્યું કે એ તો જેના પુણ્યના યોગે નિધાન પ્રગટયા છે, ત્યાં જ રહેશે. મારી પાસે રહેવાના નથી. મેં જે લેભને વશ થઈને અહીં નિધાન લાવીને મૂક્યા, તે માટે પ્રયત્ન ફેગટ છે.
પછી રાજાએ તે નિધાનેનું દ્રવ્ય પુયસારને સોંપીને, તેને નગરશેઠની પદવી આપી. પછી વસ્ત્ર, વીંટી વગેરે સરપાવ આપીને વાજતે ગાજતે પુણ્યસારને તેના ઘેર વિદાય કર્યો. પછી પુણ્યસારની મહત્તા દિવસે દિવસે વધવા લાગી.
એક દિવસ નગરના ઉદ્યાનમાં સુનંદ નામના કેવલી આવી સમેસર્યા. તેમને રાજા, ધનમિત્ર શેઠ તથા પુયસાર વગેરે વંદન કરવા ગયા. કેવલી ભગવંતે ધર્મોપદેશ આપે. પછી ધનમિત્ર શેઠે પૂછયું કે “હે ભગવન ! મારા પુત્રે પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org