________________
નિપૂણ્યકની કથા
૧૬૩ કંજુસ હેવાથી, તેને ત્યાં કોઈ ભિખારી પણ માગવા આવતો નહિ.
એક વખત તે બહારગામ જતો હતો, ત્યારે રસ્તામાં તેને ચેર મળ્યા. તેની પાસે જે કાંઈ ધન હતું, તે ચોરોએ લઈ લીધું, અને મનોરથને મારી નાખ્યો. મરીને કઈ દરિદ્રીને ત્યાં ઉત્પન્ન થયે. ત્યાં તેનું નિપુણ્યક નામ પાડવામાં આવ્યું. મેટો થયો એટલે લોકેના ઢોર ચારવાનું તથા હળ ખેડવાનું કાર્ય કરીને પોતાનું ગુજરાન કરવા લાગ્યો, તે પણ તેણે કેઈક વખત ભૂખ્યા રહેવું પડતું હતું.
એક વખત ધન કમાવા દેશાવર ગયો, ત્યાં પણ ઘણે પ્રયત્ન કરવા છતાં પણ દરિદ્રીજ રહ્યો. ત્યાં એક પ્રભાવશાળી વિમુખ નામનો યક્ષ હતો, તેની આગળ ધન મેળવવા માટે ઉપવાસ કરી બેઠે. સાતમા દિવસે યક્ષ પ્રત્યક્ષ થઈને બોલ્યો કે “તું શા માટે લાંઘણ કરે છે?” તે બે કે “લક્ષ્મીની પ્રાપ્તિ માટે.” યક્ષે કહ્યું કે “તારા કર્મમાં લક્ષ્મી છે જ નહિ.” તે બે કે તે હું અહીં જ મરણ પામીશ. તેની હઠ જાણુને યક્ષે કહ્યું કે “સવારે અહીં સોનાનો મેર નાચ કરશે, તે એક પીછું સોનાનું મૂકશે, તે તું લઈ લેજે, એમ કહી યક્ષ અદશ્ય થઈ ગયો.
સવારમાં સેનાનું પીછું મહ્યું. રેજ આ પ્રમાણે એક એક પીછું લેતાં લેતાં, તેને વિચાર થયે કે આ જંગલમાં કેટલે વખત રહેવું. માટે આ મેરને પકડી એક જ વખતે એના સર્વ પીછાં લઈ લઉં. એમ ચિંતવીને મેરને પકડ્યો. કે તરત જ માર મટીને કાગડે થઈ ગયો, અને યક્ષે આવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org