________________
બ્રહ્મદત્ત બ્રાહ્મણની કથા
૧૬૧ ઉત્પન્ન કર્યો છે. એક વખત કેવલી ભગવાન ઉદ્યાનમાં પધાર્યા. તેમને વંદન કરવા માટે મદન ગયે. વંદન કરીને પૂછ્યું કે “હે પ્રભુ! હું ક્યાં કર્મના ઉદયથી હીન જાતિમાં ઉત્પન્ન થયો છું?” ભગવાને તેને પાછલા ભવેનું સ્વરૂપ કહી સંભળાવ્યું, અને કહ્યું કે તે જાતિકુલનો મદ કર્યો અને બીજાઓની નિંદા કરી, તે પાપાએ કરીને ગણિકાને ઘેર તું ઉત્પન્ન થયે છું. પછી મદને કહ્યું કે “હે પ્રભુ ! જે મારામાં યોગ્યતા હોય તે મને દીક્ષા આપો.” પ્રભુએ તેને દીક્ષા આપી. સાધુ સામાચારી શીખવી, પછી દુષ્કર તપ કરી અનશન લઈ દેવતા થયે. અનુક્રમે કર્મ-ક્ષય કરી મેક્ષ સુખ પામે.
કુલ-જાતિનું અભિમાન કરવાથી બ્રાહ્મણ બ્રહ્મદરની માફક નીચ કુલોમાં ઉત્પન્ન થવું પડે છે; તેથી કેઈએ પણ જાતિ-કલ-નો મદ અહંકાર કરવો ન જોઈએ. એ આ કથાને સાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org