________________
૧૬૦
સ્થામંજરી-૨ પાડયું. પદવી જવાથી નિધનપણાને પામ્યા. પછી ગાય, બળદ વેચીને પેટ ભરવા લાગ્યો. એક વખત ગાયોને તે ચારે નાખતું હતું. તે જોઈને કહ્યું કે “હે બ્રહ્મદત્ત! આ ઘાસ તું જે ઊપાડે છે, તેના ઉપર થઈને ભંગડી ચાલી ગએલી છે; તેથી હું તેને અડીશ નહિ, નહિતર તારે સ્નાન કરવું પડશે.” આ પ્રમાણે લેકે તેની મશ્કરી કરવા લાગ્યા. તેથી તે ક્રોધમાં ને ક્રોધમાં ગામ છોડી જતો રહ્યો.
જતાં જતાં રસ્તામાં ભૂલો પડ્યો. ત્યાં બે લોકોને દેખીને મારવા લાગ્યો. તે વખતે એક બે ક્રોધ કરીને, તેના પેટમાં છરી મારી, તેથી ત્યાં જ મરણ પામીને, ડુંબને ઘેર પુત્ર પણે ઉત્પન્ન થયું. તે પણ કાણ, લંગડો, કદરૂપે, અને દુર્ભાગી થયો. રાજાને ત્યાં લોકોને ફૂલીએ ચડાવવાની નોકરી કરવા લાગ્યો. ત્યાંથી મરીને પાંચમી નરકે ગયે. ત્યાંથી મરીને મત્સ્ય થયો. ત્યાંથી મરીને નરકે ગયે. એમ અનેક ભવમાં નીચકુલમાં ઉત્પન્ન થયે, ત્યાંથી મરીને નરકે ગયો. એમ અનેક ભવમાં નીચકુલમાં ઉત્પન્ન થયો, અને દાસપણું કરવા લાગ્યો.
એમ રખડતાં રખડતાં અજ્ઞાન તપના બલે જ્યોતિષી દેવેમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને પદ્મખેડા નગરમાં કુંદદત્તા ગણિકાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું નામ મદન પાડવામાં આવ્યું. ત્યાં તેર કલા શીખે. વળી તે પ્રિયવાદી અને સત્યવાદી થયે. જ્યારે કે તેને ગણિકાનો પુત્ર કહીને બેલાવતા, ત્યારે મનમાં દુઃખ લાવી ચિતવતે કે મેં પૂર્વભવે કેઈ પાપ કીધાં છે, તેથી વિધાતાએ મને ગણિકાને ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org