________________
ધનદત્ત અને ધનશ્રીની કથા
૧૫૭ પછી બંને જણા સ્ત્રીને માટે કજીઓ કરતા, ન્યાય મેળવવા રાજા પાસે પહોંચ્યા. રાજાએ તે બંનેને પાછા ઘેર મેકલીને ધનશ્રીને તેડાવી એકાંતે પૂછયું કે ધનદત્ત તે કૂબડે છે, તે તને પસંદ આવે નહિ, માટે તું સાચે સાચું કહે કે તું ક્યા વરને પરણી છું ?
તે સાંભળી ધનશ્રીએ રાજાની આગળ ખરેખરી વાત કહી દીધી કે મેં મોહને વશ થઈને ધનાવહ શેઠના પુત્રને પરણવા માટે જ યક્ષનું આરાધન કર્યું હતું. તે સંતુષ્ટ થવાથી અને તેના જ સાંનિધ્યથી હું ધનદત્તને પરણી છું. હવે આપને જે એગ્ય લાગે, તેમ કરે. જે દેવતાએ કીધું તે અન્યથા શી. રીતે થાય? માટે મારે એ કૂબડે જ પતિ હે. પછી રાજાએ બંને જણાને તેડાવી, સર્વ વાત કહી. પછી તે બંને જણ સમજીને પોતપોતાના ઘેર ગયા.
એક વખત તે નગરના વનમાં ધર્મચિ નામના એક આચાર્ય કે જેઓ ચાર જ્ઞાનવાળા હતા તે પધાર્યા. તેઓને વંદન કરવા સર્વ લોકે ગયા. તેઓની સાથે ધનદત્ત અને ધનશ્રી પણ ગયા. આચાર્યને વંદન કરીને ધનદત્તે પૂછયું કે
હે પૂજ્ય ! કયા કર્મ કરીને હું કૂબડે થયે? અને કયા કર્મ કરીને મારી પત્નિને મારા ઉપર ઘણે સ્નેહ છે? તથા
ક્યા શુભકર્મ કરીને હું ઘણું લક્ષ્મી મેળવવાને ભાગ્યશાળી થયો છું? તે મારી ઉપર કૃપા કરીને કહો.”
આચાર્યશ્રી બોલ્યા કે “હે ધનદત્ત! તું પૂર્વભવમાં ધન્નો હતો, અને તારી સ્ત્રી ધનશ્રીનો જીવ ધીરૂ નામની તારી સ્ત્રી તરીકે હતો. તે વખતે પિઠીયા ગધેડા વગેરે ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org