________________
ગાલની કથા
૧૫૩ બાંધીને રાજા પાસે લાવ્યા. રાજાએ તેનું સર્વ ધન દંડમાં લઈ લીધું.
વળી એક દિવસ છાનામાના રાજાની વાડીમાં પેસી જઈને, અનેક જાતની કૂમળી વનસ્પતિ છેદી નાખવા લાગ્યો. આ પ્રમાણે કરતાં વનપાલકે તેને દેખ્યો. તે વખતે તેને માર મારી બાંધી, કૂટી, રાજા પાસે લઈ જઈને ઊભે કર્યો. અને કહ્યું કે હે મહારાજ ! એણે આપણી વાડીને નાશ કર્યો છે. રાજાએ તેના બન્ને હાથ છેદી નખાવ્યા, તેથી મહાદુઃખી થયે. પછી તેણે ઘણો જ પશ્ચાતાપ કર્યો. કહ્યું પણ છે કે – “માય બાપ મોટા તણી, શીખ ન માને છે; કમવશે પડયાં થકાં, પછી પસ્તાયે તેહ.
અર્થાત્ –જે લોકે મા, બાપ અથવા વડીલોની આજ્ઞા માનતા નથી, તે લેકેને જ્યારે કરેલાં કર્મો ભેગવવા પડે છે, ત્યારે પાછળથી પસ્તા થાય છે.”
પછી તે ગોસલ પિતાની નિંદા કરતે મરણ પામીને તે જ નગરમાં રહેતા પદ્મ શેઠને ઘેર ગેરા નામના પુત્ર તરીકે જનમ્યા. તે જનમથી જ ગલત કેઢીઓ હતો. તેના નખ અને નાક બેસી ગએલા, ભમરના વાળ સડી ગએલા, અને દાંત બધા પડી ગએલા હતા. વળી તેના શરીર ઉપર માખીઓ બણબણાટ કરતી હતી. વળી સહન ન થઈ શકે તેવી દુર્ગધ તેના શરીરમાંથી નીકળતી હતી. બાપે ઘણી ઘણી દવાઓ કરી, તે બધી નકામી ગઈ.
એક વખત દમસાર નામના જ્ઞાનમુનિ તે નગરના ઉઘાનમાં પધાર્યા. તેમની દેશના સાંભળવા પવશેઠ વગેરે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org