________________
૧૪૬
કથામંજરી-૨ તે વખતે દુર્ગધાએ હાથ જોડીને ગુરુને પૂછ્યું કે “આ દુઃખમાંથી નિસ્વાર થાય તેવો કઈ ઉપાય બતાવે.” ગુરુએ કહ્યું કે આ દુઃખનો નિસ્તાર કરવા માટે રોહિણી તપ કરો. તે તપન વિધિ હું કહું છું તે તું સાંભળઃ
સાત વર્ષ અને સાત માસ પર્યન્ત રહિણી નક્ષત્ર આવે તે દિવસે ઉપવાસ કર. શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજા કરવી. તપ તપતાં શુભ ધ્યાન ધરવું, તેના પ્રભાવથી તારા દુઃખને પાર આવશે. વળી આવતા ભવમાં આ તપના પ્રભાવે તું અશકરાજાની રાણી થઈશ. ત્યાં સુખ ભેળવીને, શ્રી વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં મોક્ષે જઈશ. વળી તપ પૂર્ણ થયે ઉજમણું કરવું. શ્રી જિનમંદિર કરાવવા. શ્રીવાસુપૂજ્ય સ્વામીની રત્નની પ્રતિમા કરાવવી. તેના સેના મેતીના આભૂષણો કરાવવાં. વળી સ્નાન વિલેપન કરીને, કપૂર, કેસર વગેરે સુગંધી દ્રવ્યથી પૂજા કરવી. શ્રીસંઘની ભક્તિ કરવી. એ તપ કરવાથી સુગધરાજાની પેઠે સર્વ દુઃખ ટળી જશે. તે વખતે દુર્ગધાએ પૂછ્યું કે તે સુગંધ રાજા કેણ થયે, તેનું ચરિત્ર કહે. ગુરુએ આ પ્રમાણે કહ્યું
સિંહપુર નગરમાં સિંહસેન રાજા હતા. તેને કનકપ્રભા નામની રાણી હતી. તેમને એક પુત્ર હતા, તે અતિશય દુર્ગધવાળો હતો, તેથી તે સર્વને અપ્રિય થયે. એક વખત તે નગરમાં પદ્મપ્રભુસ્વામી સમેસર્યા. તેમની દેશના સાંભળવા રાજા કુટુંબ સહિત ગયે. દેશના સાંભળી રહ્યા પછી બે હાથની અંજલિ જોડીને રાજાએ પ્રભુને પૂછ્યું કે “હે પ્રભુ ! મારે પુત્ર અતિશય દુર્ગન્ધવાળો છે તેનું કારણ શું?” પ્રભુએ કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org