________________
૧૪૪
કથામંજરી-૨ એક વખત શ્રીવાસુપૂજ્ય સ્વામીના સુવર્ણકુંભ અને રૂપકુંભ નામના ચાર જ્ઞાનવાળા બે શિષ્ય કે જેઓ છઠ, અઠમ વગેરેની નિરંતર તપસ્યા કરતા હતા, તે ત્યાં આવ્યા. રાજા રાણી પુત્ર પ્રમુખ સર્વ પરિવાર સહિત તેઓને વંદન કરવા ગયે. ગુરુએ ધર્મલાભ દઈદેશના દીધી. પછી રાજાએ પૂછયું કે “હે ભગવન્! મારી રાણીએ એવું તે શું તપ કર્યું છે કે જેનાથી તેણે દુઃખની વાત પણ જાણતી નથી. વળી મારે એના ઉપર ઘણે સ્નેહ છે તેનું શું કારણ છે? વળી તેણીના પુત્ર પણ ઘણુ ગુણવાન થયા છે, તેનું શું કારણ? તે કહે.”
ગુરુએ કહ્યું કે હે રાજન ! આ જ નગરમાં ધનમિત્ર નામને શેઠ અને તેની ધનમિત્રા નામની પત્નિ હતી. તેઓને કુરૂપ, દુર્ભાગિણી અને દુર્ગન્ધવાળી એવી દુર્ગન્ધા નામની પુત્રી થઈ. તે જ્યારે યુવાન થઈ ત્યારે તેના પિતાએ, તેણીના પરણનારને એક કરોડ દ્રવ્ય આપવાનું જાહેર કર્યું, તે પણ કેઈ ગરીબ માણસે પણ તેણીને પરણવાની તૈયારી બતાવી નહિ. એવામાં એક શ્રીષેણ નામના ચારને મારવા માટે લઈ જતાં હતાં, તેને મરતો છોડાવી પિતાને ઘેર રાખીને, તેની સાથે દુર્ગધાને પરણાવી દીધી. તે પણ દુર્ગધાના શરીરની દુર્ગધ સહન નહિ થવાથી રાત્રિએ નાશી ગયે.
તે વખતે શેઠ ખેદ કરતે વિચારવા લાગે કે કર્મના દેષ આગળ કોઈનું ચાલતું નથી. પછી પુત્રીને કહ્યું કે તું ઘેર રહીને દાન પુણ્ય કર. તેણીના હાથનું દાન પણ કઈ લેતું નહિ. એક વખતે કઈ જ્ઞાની મુનિને દુર્ગધા સંબંધી વાત પૂછવાથી, તેઓશ્રીએ કહ્યું કે ગિરનાર પર્વત પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org