________________
૧૩૮
કથામંજરી-૨. પકડી બાંધીને સારી પેઠે માર્યો. તેના કેટલાક અંગોપાંગ કાપી નાખવામાં આવ્યા. તે વેદના ભેગવીને રૌદ્રધ્યાનથી મરણ પામીને પહેલી નરકમાં ઉત્પન્ન થયે. મોટેભાઈવિલ્હણ પિતાના ભાઈનું મૃત્યુ સાંભળી, વૈરાગ્ય પામી અનશન વ્રત લઈ, સમાધિપૂર્વક મરણ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તારો દેશલ નામનો મોટો પુત્ર થયે છે. ત્રીજા ભવમાં ભૂખ્યા અને તરસ્યા ઊપર દયા કરી છે, તેથી એને ઘણુ ગુણવાન પુત્ર થયા છે.
- તિહણનો જીવ નરકમાંથી નીકળીને, તારે દદ્દા નામનો નાનો પુત્ર થયો છે. એણે ત્રીજા ભવમાં મનુષ્ય અને તિર્થના બાળકોને જે વિગ પડાવ્યા હતા, તેથી તેને બાળક થતાં નથી. ગુરુનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને બંને ભાઈઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેઓને પિતાના પૂર્વ ભવ જોવામાં આવ્યા. બંને જણાએ વૈરાગ્ય પામી સમકિત મૂલ બારવ્રત ગુરુ પાસે ઉચર્ચા. ચારણ મુનિ આકાશ માર્ગે જતા રહ્યા. ઘણો સમય શ્રાવકધર્મ પાળી, બંને ભાઈઓએ દીક્ષા લીધી. સમાધિમરણે મરણ પામીને બંને દેવામાં દેવતા પણે ઉત્પન્ન થયા.
પશુ, પક્ષી તથા મનુષ્યના બાળકોને તેના માબાપોથી વિયોગ કરાવનાર મનુષ્ય દદ્દાની માફક સંતાન વગરને થાય છે અને દેશની માફક દયાવાન હોય તો ગુણવાન પુત્રોને પિતા થાય છે. તેથી દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો, એ આ કથાને સાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org