________________
દેશલ તથા દદ્દાની કથા
૧૧૧
- દ્રિવાસ નામના નગરમાં વદ્ધમાન નામે એક વણિક રહેતા હતા. તેને દેશલ અને દો નામના બે પુત્ર હતા. તેમાં દેશલ દયાળુ હતો અને દદ્દો નિર્દય હતો. યૌવનવય પ્રાપ્ત થતાં દેશલને દેવીની અને દાદાને દેમતી નામની કન્યાઓ તેમના પિતાએ પરણાવી. દેશલ ધર્મકરણ પણ કરતો અને ધન પણ ઉપાર્જન કરતા હતા. દદ્દો માત્ર ધન ઉપાર્જન કરતું હતું, પરંતુ ધર્મકરણી કરતું ન હતું.
દેશલને અનુકમે ગુણવંત પુત્રો થયા. દવાને એક પણ સંતાન નહિ થવાથી, દદ્દો અને દેમતી બંને ચિંતાતુર રહેવા લાગ્યા. સંતાન માટે ઘણા દેવ, દેવીઓની માનતા કરતાં કરતાં એક દિવસ સત્યવાદી નામના યક્ષની પૂજા કરી, દદ્દો ઉપવાસ કરી યક્ષની સન્મુખ બેઠે; અને કહેવા લાગ્યું કે
જ્યારે તું મને પુત્ર આપીશ, ત્યારે જ હું અહીંથી ઊભે થઈશ.” એમ બેસતાં દદ્દાને અગિયાર દિવસ થયા, ત્યારે યક્ષ પ્રત્યક્ષ થયે અને કહેવા લાગ્યું કે “હે શેઠ! તું શા માટે ફેગટ મહેનત કરે છે?” કારણ કે દેવ, દાનવ, યક્ષ, કે વ્યંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org