________________
કથામંજરી-૨ ગમે તે હેય, તે પણ પૂર્વે ઉપાર્જન કરેલાં કમને દૂર કરી શકે તેમ નથી. “હે શેઠ! તેં ગયા ભવમાં પુત્ર પામવા સંબંધી અંતરાય કર્મ બાંધેલું છે. તેથી હું શું કરી શકું?
આ પ્રમાણે યક્ષે કહ્યું તે પણ દો ત્યાંથી ઉક્યો નહિ. પછી યક્ષે કહ્યું કે “જે હું તને પુત્ર આપું, તે પણ તે પુત્ર જીવતો રહેશે નહિ. તે વખતે તું મને પાછો ઠપકો આપીશ.” તે પણ શેઠે કહ્યું કે એક વખત પુત્ર થાય એવું વરદાન મને આપે. પછી જે થવાનું હશે તે થશે. યક્ષે પણ હા કહી અને પોતાના સ્થાનકે ગયે.
શેઠે ઘેર આવી બધી વાત પિતાની સ્ત્રી આગળ કહી. શેઠ તથા તેમની સ્ત્રીએ કાંઈક આનંદ, કાંઈક શેક પામતાં થકાં પારણું કર્યું. દેમતીને ગર્ભ રહ્યો. પૂર્ણ માસે પુત્ર પણ જનમ્યો. તેને જીવતે રહે તે માટે તુલાએ કરીને તે, અને તેનું નામ પણ તોલો પાડયું. દશટણ પ્રમુખ કરતાં સ્વજનોને જમાડયાં, દાન પણ દીધાં. પછી યક્ષને પગે લગાડવા માટે, ફૂલ વગેરે લઈ બાળકને તેડી યક્ષના મંદિરે ગયાં. ત્યાં મંદિરના બારણાં બંધ કરેલાં હતાં, તે કઈ રીતે પણ ઉઘડ્યાં નહિ. ઘણો પ્રયત્ન કરવા છતાં પણ યક્ષે દર્શન આપ્યાં નહિ.
શેઠે કહ્યું કે યક્ષે કીધું હતું કે છોકરે જીવશે નહિ, તો રખે તેમજ ના થાય. એમ કરતાં તે દિવસ તો ગયો, પણ રાતના એચિત છોકરે બીમાર પડ્યો અને જેમ પવનથી દીવે ઓલવાઈ જાય, તેમ જોત જોતામાં બાળક મરણ પાપે. તે જોઈ દો અને દેમતી બેભાન થઈ ગયાં. પરંતુ મેરેલો પુત્ર ફરી પાછો આવ્યો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org