________________
૧૩૪
કથામંજરી-૨ ઓળખ્યા નહિ. પાછા વળતાં રસ્તામાં પાછલા ભવાની માતા રબારણ મલી, તેણીએ મુનિને જોયા એટલે તેણીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. પિતાની પાસે દહીંની માટલી હતી, તેમાંથી દહીંનું દાન દીધું. શાલિભદ્ર મુનિએ પ્રભુને પૂછતાં, પ્રભુએ કહ્યું કે તમે જેને હાથે પારણું કર્યું, તે તમારી પૂર્વ ભવની માતા હતી. પછી બંને સાધુઓએ અનશન કર્યું. ભદ્રાને ખબર પડી એટલે બત્રીશ વહૂઓ તથા શ્રેણિક રાજા વગેરે મુનિઓના અનશન સ્થાને આવ્યા. વંદન કર્યું. બંને મુનિઓ મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવને મેક્ષે જશે.
પૂર્વભવમાં સુપાત્રે દાન દેવાથી શાલિભદ્ર અખૂટ નદિ પામ્યા અને તેમને તથા તેઓના બનેવી ધનાશાએ સઘળી ઋદ્ધિ એક જ ક્ષણમાં છેડી દીધી. આજે પણ વ્યાપારીઓ તે બંનેના નામે “ધના–શાલિભદ્રની ઋદ્ધિ હેજે.” એ પ્રમાણે ચોપડાની શરૂઆતમાં લખીને તેઓની પુણ્યાઈને યાદ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org