________________
શાલિભદ્રની કથા
૧૩૩ શાલિભદ્રને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી, પિતાની બત્રીશ સ્ત્રીઓમાંથી એકએકને રેજ છેડવા લાગ્યો. એ જ નગરમાં શાલિભદ્રની બહેન સુભદ્રા ધન્ના નામના શ્રેષ્ઠી પુત્રને પરણાવેલી છે. તે ધન્નાને સ્નાન કરાવતી હતી, તે વખતે તેની આંખમાં આંસુ દેખીને ધન્નાએ પૂછયું કે તું શું માટે રેવે છે?
સુભદ્રાએ કહ્યું કે મારે ભાઈ રેજ એક એક સ્ત્રીને તજી દે છે અને પછી દીક્ષા લેવાને છે. ધનાએ હસીને કહ્યું કે તારે ભાઈ એ ડરપોક કેમ છે? એકી સાથે બત્રીશેને કેમ નથી છેડતો? સુભદ્રા બેલી કે વાત કરવી બહુ સહેલી છે, પણ સંસાર છોડ બહું દુર્લભ છે. ધન્નાએ કહ્યું કે હું મારી આઠે સ્ત્રીઓને ત્યાગ અત્યારે જ કરું છું. આ સાંભળી સુભદ્રા બોલી કે “હે સ્વામી ! મેં તો હસતાં હસતાં કહ્યું હતું, માટે તમારે ક્રોધ ન કરવો જોઈએ.” ધન્નાને ઘણું સમજાવવા માંડયું, પરંતુ ધનાએ કહ્યું કે મારા મુખમાંથી નીકળેલાં વચન પાછાં ફરે જ નહિ.
એમ કહીને પિતાના સાળા પાસે ધન્નાજી ગયા. શાલિભદ્રને સમજાવી સાથે લઈ, બંને જણાએ પ્રભુ મહાવીરની પાસે જઈને દીક્ષા લીધી ( જૂઓ ચિત્ર ૨૦ ). બંનેને દીક્ષા મહત્સવ સુભદ્રા શેઠાણી તથા શ્રેણિક રાજાએ કર્યો. બંને જણા છઠ, અઠ્ઠમ, અઠાઈ, માસખમણ વગેરે તપસ્યા કરી અત્યંત દુર્બલ થઈ ગયા. એક વખત વિહાર કરતા કરતા પ્રભુ સાથે બંને જણા રાજગૃહી નગરીએ આવ્યા. ભગવાને શાલિભદ્રને કહ્યું કે આજે તમારી માતાના હાથે પારણું થશે, તેથી ભદ્રાને ત્યાં વહેરવા ગયા. શરીર દુર્બલ થવાથી કોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org