________________
શાલિભદ્રની કથા
૧૩૧ છે. માતાને સ્વપ્નમાં શાલિના ખેતરનું સ્વપ્ન આવવાથી, તેનું શાલિભદ્ર નામ પાડવામાં આવ્યું. શાલિભદ્ર યુવાવસ્થા પામ્યો, ત્યારે તેને ઉત્તમ ઘરની બત્રીશ કન્યાઓ પરણાવી (જૂઓ ચિત્ર ૧૮). શેઠ દીક્ષા લઈ, મરણ પામીને દેવકમાં ગયા. ગભદ્ર શેઠને પુત્ર ઊપર ઘણે સ્નેહ હતો, તેથી શાલિભદ્ર અને તેની બત્રીશ વહૂઓ માટે, દરરોજ નવાં નવાં વસ્ત્રો તથા આભૂષણોની ભરેલી પેટીઓ દેવલોકમાંથી તે મોકલતો હતે.
એક દિવસ નેપાલ દેશના વ્યાપારીઓ લક્ષમૂલ્યની એક એવી સોળ રત્નકંબલે લઈને, વેચવા માટે રાજગૃહી નગરીએ આવ્યા. તેમાંની એક રત્નકંબલ ખરીદી લેવા માટે શ્રેણિક રાજાની પટરાણી ચેલણાએ ઘણે આગ્રહ કર્યો, તે પણ શ્રેણિકે તે ખરીદી નહિ. પરંતુ ભદ્રા શેઠાણીએ તે સેળે રત્નકંબલે ખરીદી લઈને, તેના બબે ટુકડા કરીને, બત્રીશે વહુઓને એકેકે ટૂકડે વહેંચી આપે. સાંજના તે ટૂકડાઓથી પગ લૂછીને સર્વ વહૂઓએ ફેંકી દીધા.
પટરાણી ચેલણએ એક રત્નકંબલ ગમે તે કિંમતે મેળવી આપવા માટે હઠ લીધી. શ્રેણિકે વ્યાપારીઓને તેડાવી એક રત્નકંબલ માગી. તે બેલ્યા ભદ્રા શેઠાણીએ સોળે રત્ન કંબલ ખરીદી લીધી. રાજાએ રાણી ચેલ/ માટે એક રત્નકંબલ મંગાવવા માટે ભદ્રા શેઠાણ પાસે પોતાનો માણસ મોકલ્યો. તેને ભદ્રાએ કહ્યું કે એ તો મારી વહુઓએ પગ લૂછીને ફેંકી દીધી છે. આ વાત સાંભળીને શ્રેણિક રાજા શાલિભદ્રને જોવા માટે તેને ઘેર પધાર્યા. તે વખતે ભદ્રા શેઠાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org