________________
૧૬
કથામંજરી-૨ તમારા પુત્રને મારી સાથે વૈતાઢય પર્વતે મેકલો, તે હું તેમને મારી બેન પરણાવું. તે સાંભળી શેઠે પુત્રને વૈતાઢય પર્વતે જવાની રજા આપી. ત્યાં જઈ શુભ લગ્નમાં કુશલે વિદ્યાધર વિચિત્રગતિની બેન સાથે લગ્ન કર્યું.
લગ્ન કર્યા પછી કુશલ, કુશલની સ્ત્રી તથા વિચિત્રગતિ વિદ્યાધર, એ ત્રણે જણા શાશ્વતા ચિત્યને વંદન કરવા માટે ગયા. ત્યાં રહેલા બધાં શાશ્વતા ને વંદન કરીને ચૈત્યના મંડપમાં આવ્યા. ત્યાં ચારણ શ્રમણ મુનિને વંદન કર્યું. મુનિએ વિદ્યાધરને કહ્યું કે તને ધર્મને બે તારા બનેવીથી થયો છે ને?
તે વખતે ચારણ મુનિને જ્ઞાની જાણીને કુશલે પૂછયું કે હે મહારાજ ! ક્યા શુભકર્મના ઉદયથી મને પદાનુસારિણી એવી નિર્મલ પ્રજ્ઞા પ્રાપ્ત થઈ? વળી મારે નેકર મુખરોગી, મૂર્ખ અને કુરૂપવાળો કયા કર્મથી થયે અને તેના ઉપર મને આટલો બધે નેહ શાથી છે? તે મને કહે.
મુનિ બેલ્યા કે આ ભવથી ત્રીજા ભવે તું અને તારે નેકર, બંને જણા બે અને લીંબે નામના કુલપુત્ર હોવાથી મિત્રો હતા. તમે બંનેને પરસ્પર સ્નેહ હતું. બે નિરંતર ગુરુની સેવા કરતા, પુષ્ય, પાપ સંબંધી સવાલો પણ પૂછતો હતે. વળી તેને ગુરુના ઉપદેશથી પાંચ વર્ષને પાંચ માસ સુધી જ્ઞાનપંચમીનું તપ, વિધિપૂર્વક એકાગ્રચિત્તે કર્યું હતું. તે જ્ઞાન અને જ્ઞાનીની ઘણી ભક્તિ કરતે હતો. તે પુણ્યથી આંબાને જીવ મરીને દેવલોકમાં દેવ થયે, ત્યાંથી અવીને તું વેસમણ શેઠને પુત્ર થયો છું.
લીંબાને જીવ તો નાસ્તિકવાદી હેવાથી જીવહિંસા કરવામાં, સારું ખાવા અને સારું પીવામાં, ગમે ત્યાં હરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org