________________
કથામંજરી-૨ છે? તમે જે ડાહ્યા હો તે આ મળેલા ભોગો ભેગો, પિતાના આત્માને શાંતિ આપે. પામેલું યૌવન ફેગટ ન ગુમાવો."
ભાઈનાં આવાં વચન સાંભળીને સૂર મુનિ ખિન્ન થયા. પછી ગુરુની આજ્ઞા લઈને વિહાર કરી ગયા. નિરતિચાર ચારિત્ર પાળીને અંતે અનશન કરીને સમાધિપૂર્વક મરણ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા. શશી રાજા વિષયાસક્ત હોવાથી મરણ પામી નરકે ગયા.
દેવલેકમાં રહેલા સૂર રાજાના જીવ દેવે અવધિજ્ઞાનના બલે કરીને પિતાના ભાઈને નરકના દુઃખ ભેગવતે દીઠે. તે વખતે દેવલોકથી નીકળીને નરકમાં જઈ પિતાનું રૂપ તથા શક્તિ પ્રગટ ર્યા.
તે દેખી શશી બે કે-“હે બાંધવ! હજુ પણ મારે તે મનુષ્યભવને દેહ પડ્યો છે, માટે તું ત્યાં જઈને તે દેહની યત્ના (સારવાર) કર કે જેથી હું નરકથી નીકળીને સુખી થાઉં. ”
આ સાંભળી સૂર બે કે-“અરે મૂર્ખ ! જીવ રહિત પડી રહેલે દેહ તે શું સુકૃત કરશે ? પ્રથમથી જ તે જે ધર્મ માટે કષ્ટ સહન કર્યું હોત તે આ નરકમાં તારે અવતરવું ના પડત. હવે તું તારું મન ઠેકાણે રાખીને કર્મ ખપાવ, કરેલાં કર્મોને પશ્ચાતાપ કર, જેથી આગલા ભવે સુખી થઈશ.” એમ કહી સૂર પોતાના સ્થાનકે ગયે.
આવી રીતે મનુષ્યભવમાં જે જીવ ધર્મનું આચરણ ન કરે તે શશીની માફક પરભવમાં પશ્ચાતાપને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org