SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કથામંજરી-૨ કરીને સર્પનું રૂપ કરીને શેઠને કરડ્યો. શેઠ એક દિવસ પર્યન્ત ધ્યાનસ્થ રહ્યા, ત્યાં સુધી વ્યંતરદેવે ઘણા ઉપસર્ગો કર્યા; તો પણ શેઠ પિસહમાં જરા પણ ડગ્યા નહિ. શેઠની આવી સ્થિરતા જોઈને વ્યંતર સંતુષ્ટ થઈને બોલ્યો કે “જે માંગવું હોય તે માગે.” તે પણ શેઠે કાંઈ માંગ્યું નહિ. પછી વ્યંતરે કહ્યું કે તમે ફરીથી મથુરા નગરીએ જાઓ, ત્યાં તમે જમીનમાં દાટેલા જે બાવીશ કરોડ સેનેયા જે કોલસા થઈ ગએલા છે, તે હવે પુણ્યના ભેગે સોનૈયા થઈ જશે. આ સાંભળીને શેઠ પાછા મથુરામાં આવ્યા. નિધાન ઊઘાડી જોયું તે પહેલા જે કેલસા દેખાતા હતા, તેના બદલે સેનૈયા દેખાયા. તેમજ જલમાર્ગે જે વહાણે પાણીની તાણથી ક્યાંક ખરાબે ચડેલાં હતાં, તે પણ ફરી પાછાં કુશલક્ષેમ આવી પહોંચ્યાં. આવી રીતે પુણ્ય વેગે ફરી પાછું ચુંમાલીસ કરેડ દ્રવ્ય એકઠું થયું. તેમાંથી દાન દેવા લાગ્યા અને સુખેથી તે ધનને ઉપભોગ કરવા લાગ્યો. ઘણાં જિનમંદિર બંધાવ્યાં. સાતે ક્ષેત્રોમાં સારી રીતે ધન વાપરીને, અંત સમયે પુત્રને ઘરનો ભાર શેંપી, અનશન કરી અરુણાભ વિમાનમાં પહેલા દેવલોકે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્પપણું પામીને મોક્ષે જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy