________________
૮૪
કથામંજરી-૨ એક વખત પરશુરામનો પરશુ આવીને જાજવલ્યમાન થયો. પરશુરામે તાપસીને પૂછતાં તેઓએ કહ્યું કે અમે ગૃહસ્થપણમાં ક્ષત્રિય હતા. પરશુરામે આવી રીતે સર્વ ક્ષત્રિયોને મારી નાખીને એમની દાઢાઓને એક થાલ ભર્યો હતે.
એક વખતે પરશુરામે કેઈ નિમિત્તિયાને પૂછયું કે મારું મરણ કેવી રીતે થશે? તે વખતે નિમિત્તિયાએ કહ્યું કે જેના દેખવાથી આ દાઢાએ ખીર રૂપ થશે, અને તે ખીરને સિંહાસન ઉપર બેસીને જે જમશે, તેના હાથે તારું મરણ થશે. આ વાત સાંભળી પરશુરામે એક દાનશાળા શરુ કરાવી, તેના આગળના ભાગમાં એક સિંહાસન કરાવ્યું અને દાઢાઓને થાલ તે સિંહાસન ઊપર રખાવ્યો.
એ વખતે વૈતાઢય પર્વત ઊપર રહેતા મેઘનાદ નામના વિદ્યારે પોતાની પુત્રીને વર કોણ થશે? તે માટે કોઈ નિમિત્તિયાને પૂછતાં, નિમિત્તિયાએ કહ્યું કે તેને વર સુભૂમ થશે. આ પ્રમાણે સાંભળીને, તે વિદ્યાધર પિતાની પુત્રીને લઈને સુભૂમના આશ્રમે આવે, પિતાની પુત્રી સુભૂમને પરણાવી, અને પિતે સુભૂમને સેવક થઈને રહ્યો.
સુભૂમે એક વખતે પિતાની માતાને પૂછ્યું કે “માતાજી! પૃથ્વી શું આટલી જ છે?” તેની માતાએ કહ્યું કે “વત્સ! પૃથ્વી તે ઘણી મોટી છે. તેમાંની એક માખીની પાંખ જેટલી આ જગામાં આપણે પરશુરામના ભયથી રહીએ છીએ.” આપની પોતાની રાજધાની હસ્તિનાપુર હતી, ઈત્યાદિ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો.
તે સાંભળીને કોધે ભરાએલે સુભૂમ ભેંયરામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org