________________
સુભૂમ ચકવરીની કથા
જઈ કન્યાની યાચના કરું. આ રીતે ત્રાષિને ચલાયમાન થએલા જોઈને ધવંતરી દેવ જે હતું, તેને જિનમાર્ગને સ્વીકાર કર્યો.
જમદગ્નિ જિતશત્રુ રાજા પાસે ગયા, રાજાએ આસનથી ઉઠીને તેમને સત્કાર કર્યો. ઋષિએ રાજાની પાસે કન્યાની માગણી કરી. તે વખતે રાજાએ કહ્યું મારે એક પુત્રીઓ છે, તેમાંથી જે કન્યા તમારી સાથે પરણવા ઈચ્છે તેને તમે સ્વીકારે. આ સાંભળી જમદગ્નિ અંતઃપુરમાં ગયા. ત્યાં તે કન્યાઓ તેને જટાધારી, દુર્બલ, ભીખ માગીને ખાવાવાળો, ધોળા વાળવાળા, સ્નાન કર્યા વિનાને દેખી જમદગ્નિ સામે ઘૂંકી. તેથી તે ઋષિ ક્રોધે ભરાયો થકે, પોતાના તપના પ્રભાવે તે સર્વ કન્યાઓને કૂબડી અને ખરાબ રૂપવાળી કરી તરત પાછું વળે.
એવામાં રાજમહેલના આંગણામાં ધૂળમાં રમતી એક રાજાની પુત્રીને જમદગ્નિએ જોઈ. પોતાના હાથમાં બીજોરું રાખી કહેવા લાગ્યો કે “હે રેણુકા ! તું મને ઈચછે છે?” તે વખતે બીજે૪ લેવા રેણુકાએ પિતાને હાથ લંબાવ્યા. તે દેખી જમદગ્નિએ જાણ્યું કે આ મને ઈરછે છે, એમ વિચારી તેને ઊપાડી લઈ ગયે. રાજાએ પણ શાપના ભયથી સહસ ગોકુલ તથા અનેક દાસ, દાસી સહિત તે કન્યા જમદગ્નિને આપી. પિતાની સાળીઓના સનેહથી બાકીની કન્યાનું કૂબડાપણું ટાળીને તપના પ્રભાવે જમદગ્નિએ સારી કરી દીધી.
આ રીતે બધી તપસ્યા ગુમાવીને, તે રેણુકાને વનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org