________________
શ્રીપાળ રાજાને રાસ.
દીઠો કુંવર જિન પૂજતો, કેસર કુસુમ ઘનસાર રે, ચૈત્યવંદન ચિત્ત ઉલ્લસેજી, સ્તવન કહે ઈમ સાર રે. કું૪ દીઠે નંદન નાભિ નરિંદનજી, દેવનો દેવ દયાલ રે;
આજ મહોદય મેં લહ્યોછે, પાપ ગયાં પાયાલ રે.. કુંપ અર્થ-જ્યારે કુંવરે ગભારો જોયે ત્યારે બન્ને બારણાં ઉઘડી ગયાં એટલે કાશથી દેવોએ સુગંધી ફૂલે વરસાદ વર્ષા અને જયજયકાર થયો કે તુરત કનકકેતુ રાજાને વધામણી ગઈ કે –“આજનો દિવસ સફળ થયે; કેમકે દેવીએ દીધેલ વરરાજા અહીંયાં આવી પહોંચેલ છે અને તેજમાં ઝાકઝમાળ સૂર્યના સરખે દેદિપ્યમાન છે.” આ મુજબ વધામણી મળતાં વધામણી દેનારને સોનાના આભૂષણ તથા લાખ પસાય કરી વધામણીના પંચાંગ પસાય દઈને તુરત રાજા સ્વજન સજજનોથી પરવર્યો, જિનમંદિરે આવી પહોંચે. જિનમંદિરમાં આવી જુએ છે તે કુંવરને જિનરાજજીની કેસર-ચંદન– પુષ્ય ને બરાસ વગેરે ઉત્તમ દ્રવ્ય સહિત પૂજા કરતા દીઠે. તે પછી અત્યવંદન કરતાં ઉલ્લાસ ચિત્તયુક્ત સુંદર સ્તવન કહ્યું, અને તે પછી કુંવરે પ્રભુજીની સ્તુતિ કરવા માંડી કે“આજે મેં મહદય પુણ્ય પ્રતાપથી નાભિરાજાના હે નંદન! અને દેવનાદેવ દયાળ રાષભદેવજી આપના દર્શન કર્યા જેથી પાપ માત્ર પાતાળમાં સંતાઈ પેડાં.” —૧ થી ૫
દેવ પુજીને કુંવર આવીયાજી, રંગમંડપ માંહિ જામ રે; રાય સજન જન પરર્ભાજી, બેટી કરિય પ્રણામ રે. કુ. ૬ જિનહર બાર ઉઘાડતાંજ, અરિજ કીધી તુમે વાત રે, દેવ ર-રૂપી દીસો આપણુજી, વંશ પ્રકાશો કુલ જાત રે. કું૦ ૭ ન કહે ઉત્તમ નામ તે આપણું જી, નવિ કરે આપ વખાણ રે, ઉત્તર ન દીધે તેણે રાયજી, કુંવર સયલ ગુણ જાણ રે. કું- ૮ દેખો અચંભે ઈર્ણ અવસરેજી; હુએ ગયણે ઉદ્યોત રે; ઉં વદને જોવે તવ સહુજી, એ કુણુ પ્રગટી જ્યોત રે. કું- ૯ વિદ્યાચારણ મુનિ આવીયાજી, દેવ ઘણુ તસ સાથ રે; જઈ ગભારે જિન વદિયાજી, ગુણ્યા શ્રી જગનાથ રે. કું. ૧૦ દેવરચિત વર આસનેજી, બેઠા તિહાં મુનિરાય રે; દિયે મધુર ધ્વનિ દેશનાજ, ભવિક શ્રવણ સુખદાય રે. કું. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org