________________
ખંડ બીજો. ત્રીજે દિન નિશિ પાછલજી, વાણી હુઈ આકાશ; દેષ નથી ઈહાં કેઈન, કાંઈ કરો રે વિષાદ. પ્રભુ૨૧ જેહની નજરે દેખતાંજી, ઉઘડશે એ બાર; મદનમંજૂષા તણે થશેજી, તેહ જ નર ભરતાર. પ્રભુ૨૨ ઋષભદેવની કીંકરીજી, હું ચકકેસરી દેવી; એક માસ માંહે હવેજી, આવું વરને લેવિ. પ્રભુ ૨૩ સુણી તેહ હરખ્યાં સહુજી, રાયને અતિ આણંદ, પ્રેમે કીધાં પારણુજી, દૂર ગયાં દુઃખ દંદ. પ્રભુ ચિત્ત. ૨૪ દિન ગણતાં તે માસમાંજી, ઓછો છે દિન એક; તિણે જુવે સહુ વાટડીજી, કરે વિકલ્પ અનેક. પ્રભુ. ૨૫ પુત્ર શેઠ જિનદેવને છે, હું શ્રાવક જિનદાસ; પ્રહણ આવ્યાં સાંભળીજી, આવ્યો ઈહાં ઉલ્લાસ. પ્રભુ ર૬ સુણી નાદ નાટક તણેજી, દેખણ આવ્યો જામ; મનમોહન પ્રભુ તુમ તણુજી, દરિસણ દીઠું નામ. પ્રભુ ૨૭ જાણું દેવિ ચકકેસરીજી, તમે આપ્યા અમ પાસ; જિગુહર બાર ઉઘાડતાંજી, ફલશે સહુની આશ. પ્રભુ ૨૮ પૂજ્ય પધારો દેહરે, જૂહારો શ્રી જગદીશ; ઉઘડશે તે બારણુજી, જાણું વીસવા વીશ. પ્રભુત્ર ર૯ બીજે ખંડે ઈણી પરેંજ, સુણતાં છઠ્ઠી ઢાલ, વિજ્ય કહે શ્રોતા ઘરેજી, હોજો મંગલ માલ. પ્રભુ ૩૦ અર્થહવે ત્રીજા દિવસની પાછલી રાતે આ પ્રમાણે આકાશથી દેવવાણી થઈ કેઆમાં કેઈનો દોષ નથી. માટે શા સારૂ દિલગીર થાઓ છે. જેની નજર પડવાથી બંધ થએલાં ગભારાનાં આ બારણાં ઉઘડશે, તે નર રાજકન્યા મદનમંજૂષાનો ભરતાર થશે. હું ઇષભદેવની દાસી ચકકેશ્વરી દેવી એક મહિનાની અંદર તે વરને લઈને અહીં આવીશ.” આવી આકાશવાણી સાંભળી તે બધાએ રાજી થયાં, રાજાને પણ ધારેલી ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org