SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાનો રાસ. જિનવર તો રસેં નહીંછ, વીતરાગ સુપ્રસિદ્ધ પણ કઈક અધિષ્ઠાયકે છે, એ મુજ શિક્ષા દીધ. પ્રભુત્ર ૧૯ એ કમાડ વિણુ ઉઘડેજ, જાવું નહી આવાસ; સપરિવાર નૃપને તિહાંજી, ત્રણ હવા ઉપવાસ. પ્રભુત્ર ૨૦ અર્થ –એક દિવસ તે કુંવરીએ ઘણી જ સારી પ્રભુજીની આંગી રચી હતી અને તેમાં કનકનાં પાંદડાંની કેરણી કરી વચમાં વચમાં સુરંગદાર રત્ન ગઠવ્યાં હતાં. એ દરમિયાન તેણીનો પિતા કનકકેતુ રાજા પ્રભુવંદન માટે ત્યાં આવી પહોંચ્યા અને પુત્રીએ રચેલી આંગીની ખુબી જોઈ તથા તેણીના મનમાં રહેલા જ્ઞાનની સબળતા વિચારી મનમાં ચિંતવવા લા –“ધન્ય છે મારી પુત્રીને ! ખચિત એ પુત્રી ચોસઠ કળાનો ભંડાર છે; પણ જેવી એ ચતુર ને વિદ્વાન છે તે જ જે તેણીને વર મળે તે મારા મનને સુખ પ્રાપ્ત થાય; કેમ કે સો ટચના સોનાની વીંટીમાં તે હીરે જ જડાય, પણ કાચ જડાય જ નહીં; માટે જ ચગ્ય જેડીની જરૂર છે.” ઈત્યાદિ પુત્રીના પતિ માટેની ચિંતા કરતે શૂન્ય મન વડે ઊભે હતો. તે અવસરમાં જે આશ્ચર્ય થયું તે સર્વજને શ્રવણ કરે. એટલે કે તે રાજકન્યા પા પગે પ્રભુને પ્રણામ કરતી પૂજાવિધાન પૂર્ણ કરી જિનરાજજીનું મુખારવિંદ નિહાળતી નિહાળતી જેવી મૂળ ગભારા બાહર આવી કે તે મૂળ ગભારાનાં બને બારણાં બંધ થઈ ગયાં, અને હલાવતાં જરા પણ હાલે કે ચાલે પણ નહીં તેવાં સજજડ થઈ ગયાં. આ જોઈ મનમાં ઘણી જ દિલગીર થઈ રાજકન્યાએ આ પ્રમાણે ચિંતવ્યું કે_*મેં કંઈક પ્રમાદવશ થઈ આશાતના કરી હશે, એથી જ મને પ્રભુદર્શનને અંતરાય થયે. ધિક્કાર છે મારા દેષિત મનને !” ઈત્યાદિ કહી પ્રભુ પ્રત્યે વિનવવા લાગી— “હે સ્વામી ! મારા પર કૃપા કરી મારા સમસ્ત દે માફ કરે. અને તે દાદા ! વહેલાં દર્શન ઘ. મારાથી આ દુઃખ સહન થઈ શકતું નથી. છોરૂ તે કરૂ થાય છે, પણ માવિત્ર કોઈ દિવસ કુમાવિત્ર થઈ તિરસ્કાર કરતાં જ નથી.” ઈત્યાદિક દિલગીરી દર્શાવતી પુત્રીને નિહાળી રાજાએ કહ્યું-“હે વત્સ ! સાંભળ, એમાં તારે જરા પણ દેષ નથી; પરંતુ સર્વ દોષ મારે જ છે, કેમ કે તારા પર સ્નેહભાવ લાવી તને ભવિષ્યમાં મળનારા યોગ્ય પતિ માટેની મેં ચિંતવના સંબંધી જિનમંદિરમાં ચિંતા કરી જેથી તે આશાતના થવાને લીધે આ મૂળ ગભારાનાં બેઉ દ્વાર બંધ થઈ ગયાં છે. જો કે જિનવર તે કઈ પર ગુસ્સો લાવતા જ નથી, કેમકે તે રાગદ્વેષને વીતાવી-દૂર કરી વીતરાગ નામથી પ્રસિદ્ધ થએલ છે; પરંતુ કોઈક એમના અધિષ્ઠાયક દેવે મારાથી થએલી આશાતના સંબંધે મને આ શિક્ષા આપેલી જણાય છે.” તે હું પણ દૃઢ સંકલ્પ કરું છું કે –“જ્યાં સુધી એ કમાડ ઉઘડે નહીં ત્યાં લગી પરિવાર સહિત અહીયાંથી મહેલ તરફ પગ દઈશ જ નહીં. આ પ્રમાણે નિશ્ચય કરી તેણે પરિવારયુકત અનપાણી વિના ત્રણ ઉપવાસ કર્યો. –૮ થી ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy