________________
ખંડ બી.
જકાત ચૂકવી, તે માલની અનેક વખારો ભરી વ્યાપારીઓ વ્યાપાર ખેડવા સંબંધી અનેક યુક્તિ પ્રયુક્તિ સાથે વ્યાપાર ખિલવવાના ઉદ્યમ કરવા લાગ્યા. અને શ્રીપાલ કુંવરે તે સમુદ્રના કિનારા ઉપર તુરત પંચરંગી રેશમી કપડાના બનાવેલ ઉંચા તંબૂ તાણી બંધાવ્યા તથા તેમાં જરકસી બૂટાદાર લાલ કિનખાબના ચોખંડા ચંદુવા બંધાવી દીધા. અને તે જરીઆની મંડપની અંદર રત્નજડિત હીંચોળાખાટ પણ બંધાવી, તેમાં બિરાજી શ્રીપાલ કુંવર રસભરિત નવરસમય ભજવાતાં નાટક જેવા લાગ્યા. એવામાં ધવળશેઠ આવીને કહેવા લાગ્ય–અત્યારે વસ્તુનું મૂલ્ય વધી ગયું છે, માટે નાણાં સારાં હાથ લાગવાનો લાગ છે, છતાં સંગ્રહેલે માલ શા માટે વેચાવતા નથી? અઢીસો વહાણ ત કરિ યાણાથી ભરેલો છે; તો પણ ધ્યાન નથી દેતા?” કુંવરે કહ્યું–શેઠજી ! જે વસ્તુ ભરેલી છે તે વેચી દામ ઘડી , અને નવી ખરીદવા લાયક હોય તે સુખેથી મરજી મુજબ ખરીદે, કે જેથી સારો ફાયદ–નો હાથ લાગે, માટે એટલું અમારું કામ આપજ કરો.” આ પ્રમાણે શેઠને કુંવરે કામ ભળાવેલું જાણી, ધવલશેઠ બે-“આપે મને ભલે કામ બતાવ્યું, હુ તે ઘણી ખુશીથી બજાવીશ.” વગેરે બોલી જેમ દુધ જેઈને બિલાડો આર્તધ્યાનમાં પડે, તેમ તે આર્તધ્યાનમાં પડી ગયું. તે પણ મનમાં ઘણાજ રાજી થયે; અને પિતાની ધારણાને પાર પાડવા લાગે.
-૧ થી ૬ ઈણે અવસર આવ્યો તિહાં, અવલ એક અસવાર; સુગુણ સુરૂપ સુષ જસ, આપ સમે પરિવાર. કુંવરે તેડી આદરે, બેસાર્યો નિજ પાસ; અદ્ભુત નાટક દેખતાં, તે પામ્યો ઉલ્લાસ. હવે નાટક પૂરો થયે, પૂછે કુંવર તાસ;
કુણુ કારણ કુણુ ઠામથી, પધાર્યા અમ પાસ. ૯ અર્થ –એ અવસર દરમિયાન એક સુંદર વેષ–સારા ગુણ-સારા રૂપવાળો ઉત્તમ ઘોડેસવાર પોતાના સરખા સુંદર પરિવાર સહિત કુંવરના તંબૂની આગળ આવી પહોંચે છે અને તેને દબદબો વગેરે જોઈ તેને બુદ્ધિવંત કારભારી જાણ કુંવરે સેવક મારફત અંદર
બોલાવી આદર સત્કાર સાથે પિતાની પાસે બેસાર્યો, એથી તે પણ અભુત નાટક રચના નિહાળીને આનંદ પામ્યું. તે પછી જ્યારે નાટક પૂર્ણ થયું ત્યારે કુંવરે તે સવાર પ્રત્યે પૂછ્યું કે-“આપ કયાંથી? ક્યા કારણને અવલંબી અમારી પાસે પધાર્યા છે? તે કહેવામાં અડચણ ન હોય તે કહો.”
–૭ થી ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org