________________
ખંડ બીજે.
ચીજો લઈ હાજર રહ્યું હતું–તે પણ સમુદ્રના કાંડા સુધી હર્ષનાં આંસુ પાડતું આવ્યું અને વર વહુને વળાવ્યાં એ વખતે માતપિતાને બહુ દુઃખની લાગણી થઈ આવી, પરંતુ નિરૂપાયપણે શ્રીપાલ કુંવરે કૂચ થવાની સંજ્ઞાનાં વાજાં વગડાવ્યાં. –૯ થી ૧૫ નાગર ઉપડાવ્યાં રે, સઢ દોર ચઢાવ્યાં રે, વહાણ ચલાવ્યાં, વેગે ખલાસી રે; નિત નાટક થાવે રે, ગુણિજન ગુણ ગાવે રે, વર વહુ સેહાવે, બેહૂ ગોખડે રે. ૧૬
અર્થ -પ્રયાણનાં વાજાઓનો અવાજ સાંભળતાં જ ખલાસીઓએ નાંગર ઉપાડી લીધાં, સઢનાં દેરડાં પણ ચઢાવી લીધા અને તાકીદે વહાણે ચલાવ્યાં. તે પછી શ્રીપાલ રાજા અને મદનસેના રાણી એ બન્ને ગોખડામાં ભાયુકત જે જે વખતે બિરાજતાં તે તે વખતે નાટક થતા અને ગુણિજને ગુણગાન કર્યા કરતા હતા.
-૧૬ મન ચિંતે શેઠ રે. મેં કીધી વેઠ રે, સાયર ઠેઠ ફો, જાઓ એહને રે; જે ખાલી હાથે રે, આવ્યો મુજ સાથે રે, આજ તે આર્થો, સંપુરણ થયો છે. ૧૭ જલ ઈધણ માટે રે, આવ્યા ઈણ વાટે રે, પરણ્યો રણ સાટે, જુઓ સુંદરી રે; લખમી મુજ આધી રે, એણે મહિમાયે લાધી રે, દોલત વાધી, દેખે પલકમાં રે. ૧૮ કિમ માગું ભાડું રે, ખત પત્ર દેખાડું , દેશે કે આડું અવળું બેલશે રે; કુંવર તે જાણી રે, મુખે મીઠી વાણી રે, ભાડું વસ આણી, આપે દશ ગણું રે.૧૯ પામ્યા અનુકરમેં રે, નરભવ જિમ ઘરમેં રે, વહાણ રણદીવ ખેમે સહુ રે; નાગર જલ મેલ્યાં રે, સઢદોર સંકેલ્યાં રે હલ હલવે લોક સહુ ત્યાં ઉતર્યા રે. ૨૦ બીજે ઈમ ખંડે રે, જુઓ પુણ્ય અડે રે, એકણ પિંડે, ઉપાર્જન કરી રે; કુંવર શ્રીપાલે રે, લદ્યા ભેગ રસાલ રે, પાંચમી ઢાલ ઈસી વિનયૅ કહી રે. ૨૧
અર્થ—હવે શ્રીપાળ કુંવરનો આ વિભવ નિહાળી ધવલશેડને ઈર્ષ્યા ઉત્પન્ન થતાં તે ચિંતવવા લાગે કે મેં તે ફક્ત વૈતરું જ કર્યું છે, આ દરિયાઈ મુસાફરી તો કેડથી એને જ ફળી છે. એ તો જરા જુઓ ! હાય જે ખાલી હાથે મારી સાથે આવે હતો તે પણ અત્યારે બધી લક્રમીએ કરીને પરિપૂર્ણ થયો છે !!! ફક્ત મીઠું પાણી અને બળતણ લઈ લેવા માટે આ વાટે આવ્યા હતા ત્યાં લડાઈને બદલે આ સુંદર રાજકન્યા પર. વળી મારી અડધી લક્ષ્મી પણ સહેજ વાતમાં મળી ગઈ અને એક પળવારમાં જોતજોતામાં દેલત વધી પડી ! હવે હું મારું ઠરાવેલું ભાડું પણ એની પાસે શી રીતે માંગુ? એને ઠાઠ જ મારા પગ થરથરાવી નાંખે તેવો છે. તેમ ઠરાવેલા ભાડા સંબંધી
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org