________________
0
શ્રીપાળ રાજાનો રાસ.
સેવન ચિત્રામ રે, ચિત્રિત અભિરામ રે, દેખિયેં ઠામ ઠામ તિહાં ગોખડા રે; ધજ મોટા ઝલકે રે, મણિ તોરણ ચલકે રે, ચંચલ ઢલકે, ચામર ચિહુ દિશે રે. ૧૨ ભંઈ સાતમીએ રે, તિહાં ચઢી વિસમીએ રે, બેસીને રમીએ, સાવન સોગઠે રે; બહુ છ દે છીજે રે, વાજાં ઘણાં વાજે રે, વહાણ ગાજે, રહ્યું સમુદ્રમાં રે. ૧૩ પૂરે તે રત્ન રે, રાજા બહુ જતને રે, સાસર વાસે, મન માટે કરે રે; વળાવી બેટી રે, હિયડા ભરે ભેટી રે, શીખગુણ પેટી, દીધી બહુ પરે રે. ૧૪ સાજન સોહાવ્યાં રે, મિલણ બહુ લાવ્યાં રે, કોઠે સવિ આવ્યાં, આંસૂ પાડતાં રે; વરવહુ વોળાવ્યાં રે, માહિતર દુ:ખ પાવ્યાં રે, તુરવજડાવ્યાં, હવે પ્રયાણનાં રે. ૧૫
અર્થ:—આ પ્રમાણે આનંદમહોત્સવ વીત્યા પછી પણ કેટલાક દિવસ રસરંગભર સુખચેનથી સુખ ભોગવતા થકા યાચકને વિવિધ પ્રકારે દાન દેતાં ત્યાં રહ્યા. પછી શ્રીપાળ કુંવરે બમ્બરરાયને કહ્યું કે-“હવે અમને દેશાંતરે જવાની ઉતાવળ છે માટે તાકીદે વિદાય આપો.” કુંવરનું આવું બોલવું થવાથી રાજાને મનમાં ઘણું દુઃખ થયું. અને તેણે વિચાર કર્યો કે-“હું એમને પરાણે શી રીતે રાખી શકું ! કંઈ મહેમાનથી ઘર વસે? તેમ વળી જે પુત્રી જન્મી છે, તે આખર-અવશ્ય પારકા ઘરનું ભૂષણ છે, એટલે તેણીને પણ કયાં લગી રોકી શકાય ? માટે મોકલ્યા વિના સિદ્ધિ જ નથી.” એમ વિચારી તેઓને વળાવવાની સુરતમાં તૈયારી કરવા તત્પર થયે. જેને જોતાં જ અચંબો થાય તેવું એક જંગ જાતનું ચોસઠ કુવાથંભવાળું સાત માળનું અદ્વીતિય સુંદર ભાવંત વહાણ કે જેના થંભેને કારીગરોએ સુંદર ઘડેલા તથા મણિ માણકોથી જડેલા અને તે આકાશને જાણે કે જઈને અડ્યા હોય તેટલા ઉંચાઈમાં છે, તેમજ તે વાહણની અંદર સોનેરી શાહીથી ચિત્રેલા મનહર ચિત્રામણોવાળા ગેખ ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે, અને વાહણને માથે સુંદર ધ્વજાઓ-મોટા નેજા ઝળકી રહેલ છે. મણિઓનાં તોરણે પણ ચળકાટ મારી રહ્યાં છે, તથા ચંચળ ચામરો પણ ચોમેર ઉછળી રહ્યાં છે, તે વહાણની સાતમી ભૂમિમાં વિશ્રામ કરી સેનાનાં સોગઠાંથી ચોપાટ રમે તે ઘણો જ આનંદ આવે એવું રમણીય છે. મતલબ એ કે તે વહાણ આવી ઘણી રમણીયતા વડે શેભાવંત છે, તેમજ તેમાં તરેહ તરેહનાં મનહર વાજિંત્રે વાગી રહ્યાં છે કે જેના શબ્દવડે તે વહાણ સમુદ્રની અંદર રહ્યું થયું પણ ગાજી રહ્યું છે, અને તેની અંદર રાજાએ ઘણાજ યત્નથી સુંદર કિંમતી રત્ન વગેરે ભરી મેટા ઉદાર મનવડે અર્પણ કર્યા. આવા ઠાઠ સહિત પુત્રીને હૈયા સાથે ભેટીને તથા બહુ બહુ જાતની શિખામણરૂપ ગુણની પેટી આપીને વળાવી. તે વેળાએ ત્યાં સજજન મંડળ પણ શોભા સહિત પોતપોતાની લાયકાત મુજબ શ્રીફળ, મીઠાઈ, સુવર્ણમુદ્રા વગેરે વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org