________________
૭૮
શ્રીપાળ રાજાનો રાસ. જરૂર છે કે નહિં ?” એમ બોલી નગરી જોવા જવાને નિશ્ચય જાહેર કરી કુંવરે નરેંદ્ર તરફ કૃપાયુક્ત હનજર જણાવી, એથી મહાકાળ રાજાએ તાકીદે હકમ ફેરવી શહેર શણગારાવ્યું, એટલે કે હીરગળ-રેશમી ને કસબી વસ્ત્રોની બિછાયત કરી તારણોથી દુકાને શણગારી, ઘર ઘર તોરણમાળ બંધાવી, ચઢે ચહટે ને ચકોની અંદર રસ્તો સાફ કરાવી સુગંધી જળ છંટાવી તે ઉપર સુંદર સુગંધી પુપે પથરાવી રસીલાં નાટકો ને ગીત શરૂ કરાવ્યાં. હાથી ઘોડાઓને તત્ર સેના ને રૂપાના સાજથી શણગારી સામૈયા માટે તૈયાર રખાવ્યા અને તે પછી બમ્બરરાયે કુંવરને હાથીના હોદ્દામાં બેસાર્યા. -૬ થી ૮
ઢાળ પાંચમી–રાગ સિંધુડો-ચીત્રોડા રાજા રે–એ રાહ વિનતી અવધારે રે, પુરમાંહે પધારે રે, મહાત વધારે બમ્બર રાયનું રે; કુંવર વડભાગી રે, દેખી ભાગી રે, જેવા રઢ લાગી, પગે પગે લોકને રે. ૧ ઘરે તેડી આવ્યા રે, સાજન મન ભાવ્યા રે, સેવન મંડાવ્યાં આસણબેસણાં રે; મીઠાઈ મેવા રે, પકવાન કલેવા રે, ભગતિ કરે સેવા, બમ્બર બહુ પરે રે. ૨ ભોજન વૃત ઘોલ રે, ઉપ તંબલ રે, કેસરી રંગરોલ કરે, બહુ છાંટણું રે; સવિ સાજન સાંખે રે, મુખેં મધુરું ભાખે રે, અંતર નવિરાખે, કોઈ પ્રેમમાં રે. ૩ દીયે કન્યાદાન રે, દેઈ બહુ માન રે, પણ અમ વાન, વધારે વંશનો રે;
અર્થ –કુંવરે પણ રાજાની વિનતી સ્વીકારી પુરમાં પધારી બમ્બરરાયનું મહત્વ વધાયું. કુંવરને મોટા ભાગ્યના ધણી ને સૌભાગ્ય-પ્રતાપવંત જોઈ પગલે પગલે તેમને) નિહાળવા માટે લેકોને પણ, ઘણી જ ઉત્કંઠા વધી તે પછી સેનાના સિંહાસને મંડાવ્યાં હતાં, તે ઉપર કુંવરને બેસાડી આનંદ પ્રાપ્ત કર્યો. તે પછી મીઠાઈ–મેવા–પકવાન્ન વગેરેને કેળવી ભજન સામગ્રી તૈયાર કરાવી અને બહુ બહુ રીતે બમ્બરરાયે કુંવરની સેવા ભક્તિ કરી. વળી ઘી ગોળના ઉત્તમ ભેજને જમાડ્યાં, તંબોળ-પાનબીડાં આરોગાવ્યાં અને કેસરનાં રંગોળ છાંટણાં પણ કરાવ્યાં. તે પછી બધા સજનની સાક્ષીએ-રૂબરૂ મીઠાં વચનો સાથે અને અંતર રહિત અતિ પ્રેમયુક્ત બમ્બરરાય બોલ્યા કે-“મારા હાથથી કન્યાદાન લઈ મને મહા માન દઈ પરણીને મારા વંશનું તેજ વધારે એટલે મને આનંદ થાય.”
–૧ થી ૩ તવ કુંવર ભાખે રે, કુળ જાણ્યા પાખું રે, કિમ ચિત્તની સાખે, દીજે દીકરી રે. ૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org