________________
શ્રીપાળ રાજાને રાસ.
દોહા છંદ તે દેખી ચિંતે ઘવલ, ચડો ચિંતામણિ હાથ; વડે વખત મુજ હવે, તો એ આવે સાથ. એક લાખ દીનાર તસ, દેઈ લાગ્યો પાય; કર જોડીને વિનવે, વાત સુણો એક ભાય. વરષ પ્રત્યે એકેકને, સહસ દેઉં દીનાર; સેવા સારે સહસ દશ, નેધ ભલા ઝુઝાર. તુમને મુંહ માંગ્યું દિઉં, આ અમારી સાથ;
એ અવધારો વિનતિ, અમને કરો સનાથ. ૪ અર્થ –કુંવર શ્રીપાલનું પુરૂષાર્થ જોઈને આનંદાશ્ચર્યયુક્ત, ધવલશેઠ ચિંતવવા લાગે કે –“ખચિત આ પુરુષ ચિંતામણિરત્ન સમાન ચિંતવેલી અર્થસિદ્ધિ સિદ્ધ કરે તે જ છે, અને જે મારા મોટા ભાગ્યબળને પ્રતાપ હોય તે તે સાથે આવે.” એમ ચિંતવી તથા એક લાખ સેના હેરો કુંવરને આપી પગે લાગી હાથ જોડી વિનવવા લાગે કે-“હે ભાઈ! એક મારી વાત સાંભળે. હું એક એક સુભટને દર વર્ષે એકેક હજાર સોનામહોરો આપું છું અને એવા દશ હજાર સુભટ સેવકરૂપે મારી સેવા બજાવ્યા કરે છે, અને તે બધા ભલા અને બળવંત યોદ્ધા છે. છતાં આપ જે મારી સાથે પધારતા હો તે હેડેથી માગે તે આપું, માટે આ વિનતીને કબૂલ રાખી મુજ અનાથને સનાથ કરો. ??
—૧ થી ૪ કુંવર કહે હું એકલો, લેઉં સર્વનું મેલ; એ સર્વેનું એકલો, કાજ કરૂં અડોલ. તે ધનનું લેખું કરી, શેઠ કહે કર જોડ; અમે વણિક–જન એકને,-કિમ દેવાએ ક્રોડ? કુંવર કહે સેવક થઈ, દામ ન ઝાલે હાથ; પણ દેશાંતર દેખવા, હું આવું તુમ સાથ. ભાડું લઈ વહાણુમાં, ઘ મુજ બેસણુ કામ; માસ પ્રતે દીનાર શત, ભાડું પરઠયું તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org