________________
ખંડ બીજે.
મહિમાનિધિ મહોટા તુમે, તુમ બલશક્તિ અગાધ રે; અવિનય કીધો અજાણુતે, તે ખમજો અપરાધ રે. ધવલ૦ ૧૯ અવધારો અમ વિનતિ, કરો એક ઉપગાર રે; થંભ્યાં પ્રવાહણ તારવો, ઉતારો દુ:ખ પાર રે. ધવલ. ૨૦ અર્થ આ પ્રમાણે બનાવ જોઈ ધવલશેડ તુરત ઉડી ઊભે થઈ શ્રીપાળ કુંવરને પગે પડ્યો અને કહેવા લાગે કે –“આપ કે ઈ દેવસ્વરૂપ છે માટે અમારા ઉપર કૃપા કરે. હે સ્વામી ! અજાણપણાથી જે અવિનય કર્યો છે તે અપરાધની ક્ષમા કરો તેમ જ મારી વિનતી કૃપાની રાહે સ્વીકારી, પરોપકાર કરવા રૂપ થંભેલાં વહાણે તારે, અને દુઃખથી પાર ઉતારો.”
–૧૮ થી ૨૦ કુંવર કહે એ કામનું, શું દેશો મુજ ભાડું રે; શેઠ કહે લખ સોનિયા, ખડું કાઢો ગાડું રે. ધવલ૦ ૨૧ સિદ્ધચક્ર ચિત્તમાં ધરી, નવપદ જાપ ન ચકે રે; વડવહાણ ઉપર ચઢી, સિંહનાદ તે મૂકે રે. ધવલ૦ રર જે દેવી દુમન હતી, દુષ્ટ ગઈ તે દૂર રે, વહાણું તર્યા કારજ સર્યા, વાજે મંગલ સૂર રે, ધવલ૦ ૨૩ બીજે ખંડે ઢાલ એ, ત્રીજી ચિત્તમાં ધરજો રે;
વિનય કહે પ્રવહણ પરે, ભવિયણ ભવજલ તરજે રે. ધવલ૦ ૨૪ અર્થ એ સાંભળી કુંવરે કહ્યું –“મને એ કામ કર્યા બદલનું શું લવાજમમહેનતાણું આપશે ?” શેઠે કહ્યું—“ હું લાખ ના મહેર ભેટ કરીશ, માટે મારું ગાડું ખૂલ્યું જેમ બહાર કાઢી દે તેમ થંભેલા વહાણેને ચલાવી આપ રસ્તે પાડી આપ.” આ પ્રમાણેને કરાર થયા પછી કુંવર શ્રીપાળે ચિત્તમાં શ્રી સિદ્ધચકજીનું ધ્યાન ધરી-નવપદજીને જાપ શરૂ રાખી મેટા આગેવાન વહાણની ઉપર ચડી સિંહનાદ કર્યો કે તુરત સબળ મનોબળ અને ઈષ્ણબળ વડે ભય પામી જે દુષ્ટ દેવીએ વહાણને થંભાવ્યાં હતાં તે દૂર જતી રહી, એથી વહાણ તર્યા અને કામ સિદ્ધ થતાં ફતેહનાં મંગળ તૃર વાગવા લાગ્યા. કવિ વિનયવિજયજી કહે છે કે આ શ્રીપાલ રાસના બીજા ખંડની ત્રીજી ડાળ ચિત્તમાં ધરી એ જ સાર ગ્રહણ કરે કે-જેમ નવપદ પ્રભાવથી વહાણ તર્યા, તેમ છે ભવિજને, તમે પણ આ ભવસમુદ્રમાંથી નવપદના પ્રભાવ વડે પાર ઉતરે. –૨૧ થી ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org