________________
શ્રીપાળ રાજાને રાસ. રાય કહે નર તે દિયો, સગો નહિ જસ કેય રે; બલિ કરભે ગ્રહી તેહને, જે પરદેશી હાય રે. ધવલ૦ ૨ સેવક ચિહું દિશિ શેઠના, ફરે નયરમાં જોતા રે; કુંવર દેખી શેઠને, વાત કહે સમ હતા . ધવલ૦ ૩ દીઠે બત્રીસ લક્ષણે, પુરુષ એક પરદેશી રે; કહો તો ઝાલી આણીએ, શુદ્ધિ ન કે તસ લેશી રે. ધવલ૦ ૪ ધવલ કહે આણો ઈહાં, મ કરો ઘડિય વિલંબ રે;
બલિ દેઈને ચાલિયે, વહાર નહિ તસ બંબ રે. ધવલ૦ ૫ અર્થભેટ ધરવા ચગ્ય અમૂલ્ય વસ્તુઓ થાળમાં ભરી દબદબા સહિત ધવલશેઠ ભરૂચ બંદરના મહારાજાની પાસે ગયે અને ભેટશું ચરણમાં મૂકી સવિનય પ્રણામ વગેરેની મર્યાદા સાચવી પછી વિનતિ કરવા લાગ્યું કે “ નામવર ! મારાં દુષ્ટદેવના નડતરથી વહાણ થંભી રહ્યાં છે, તે માટે એક બત્રીસલક્ષણા પુરુષને ખપ છે જે આપ કે જે મળતાં દેવને બલિ બાકળા અપાય.” રાજાએ કહ્યું-“ધનપતિ ! જે પુરુષનું અહીં કોઈ (મારા રાજ્યમાં) સગું ન હોય, અને જે પરદેશી હોય, તે પુરુષ તમને આપવામાં આવે છે; માટે જે તે હાથ લાગે તે તેને પકડી તમારું કામ ફતેહ કરવું.” આ પ્રમાણે હુકમ મળતાં ધવલશેઠના હજારો લડવૈયાએ શહેરની અંદર ચારે કેર તેવા પુરુષની શોધમાં ફરવા મંડયા. એટલામાં વડભાગી વીર શ્રીપાળ કુંવરને જોઈ, તથા તપાસ કરતાં પરદેશી અને કઈ તેનું મજકુર રાજ્યમાં સગું ન હોવું જાણી હર્ષ પામી શેઠની પાસે પહોંચી વાત કહેવા લાગ્યા–“શેઠજી! એક પરદેશી પુરુષ બત્રીસલક્ષણવંત છે, માટે આપ ફરમાવે તે તેને પકડી લાવીએ. કઈ તેની પર કે ખબર લે તેમ નથી.” ગરજુ ધવલડ બે“ઘડીએ વિલંબ કર્યા વગર તેને અહીંયાં લાવો, કે બલિદાન આપી ઝટ ચાલતા થઈએ. તેની અહીં વ્હાર કે બૂમ કોઈ સાંભળે તેમ નથી.” (આ હુકમ મળતાં જ –) –૧ થી ૫
સુભટ સહસ દશ સામટા, આવે કુંવરની પાસે રે;
અભિમાની ઉદ્ધતપણે, કડુ કથન પ્રકાશે રે. ધવલ૦ ૬ ઊઠ આવ્યું તુજ આઉખું, ધવલ ધિંગ તુજ રૂઠો રે; બલિ કરશે તુજને હણી, મ કર માન મન ઝૂઠે રે. ધવલ૦ ૭ બલિ નવિ થાએ સિંહનો, મૂરખ હૈયે વિમાસો રે; ધવલ પશુને બલિ થશે,વચને કંઈ વરસે રે. ધવલ૦ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org