SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ બીજો. અધિકારીઓ પાંજરીમાં બેઠા બેઠા પટ અને પુસ્તક જોયા કરે છે. સુકાન સંભાળનારાઓ સુકાન સંભાળ્યા કરે છે. ધ્રુનો તારે જોનારાઓ ધ્રુ તારા વડે દિશાની ચોકસી કર્યા કરે છે. નિશાની પુર દેરી ફરીને ધરતી–માટી–પહાડનાં ખડકો–ખરાબા વગેરેની તપાસ કરી પાણીનું ઉંડાપણું, છિછરાપણું તપાસ્યા કરે છે. કરણિયે માલની સાચવણ કર્યા કરે છે, તથા નાખુદા લોક સઢ વગેરે અનેક કામના ન્યાય હાથ કરે છે. પાંજરિયો અનુકૂળ પ્રતિકૂળ પવનને જોયા કરે છે. પહેરાયતે પોતાને લાયક કામ કરે છે. ખરેખરી મહેનતના કરનારા ખારવાઓ સઢ દેરડા તૈયાર કર્યા કરે છે. અને બહુએ હલકારાઓ હલેસાં મારવા બન્ને બાજુએ ચડી બેઠા છે. તે વહાણેના કુવા ને સોની ટોચે પચરંગી ધજાઓ વાવટા ફરકી રહ્યા છે, તે વહાણ જાણે શિર, ચામર છત્રથી ભાવંત થયાં હોયની ! તેવો દેખાવ આપી રહ્યા છે. આવી રીતે બધાં વહાણો શણગારેલા છે, તથા તે વહાણની અંદર તરેહ તરેહના મનહર વાજિંત્રો વાગી રહ્યાં છે, તેમ જ તે સાત સાત માળના વહાણમાં દરેક માળની અંદર બરોબર તોપોની લાઈન ગોઠવેલી છે કે જે ચાંચીએ કે ચિયિાં વહાણવાળાઓના મનની હંશ ખોખરી કરી નાખે તેવી છે. તે વહાણની અંદર તેજસ્વી પાણદાર દશ હજાર મહાન લડવૈયાઓ પણ ચોમેર મરચાઓ બાંધી તરેહ તરેહનાં હથિયારો હાથમાં ઝાલીને બેઠેલા શોભી રહેલા છે. તે વહાણોની અંદર મુસાફરી કરનારા વ્યાપારીઓ, બલતણુ, પાણી અને ખોરાક વગેરે હાથ કરીને ગોખલામાં બેઠા શેભે છે. અને તે બધાંએ નૂર (ભાડા )ના પિસ: રોકડા ધવલશેઠને ચૂકવી આપે છે. તે પછી વહાણ હંકારવાને વખત થતાં જ્યારે સેટ: ગ વહાણુમાંની તોપ છૂટી ત્યારે બધાંએ વહાણમાંની તો છૂટી, એટલે બધાએ વહાણના નાગરીઓ નાંગર ઉપાડવાને માટે ખરેખરૂં જેર કરીને મય્યા પરંતુ નાંગર જરાએ હાલવા ચાલવા ન લાગ્યાં, એથી ત્યાં ભારે શોરબકોર મ; કેમકે નાંગર ઉપાડ્યા વિના વહાણનું હંકારવું જ મેફ થઈ પડ્યું, તેના લીધે ફિકર થઈ આવતાં હાહા મચી ગઈ. એ જોઈને ધવળશેડ ફિકરમંદ થઈ રહ્યો, ચિત્તમાં ચિંતા પણ સમાતી નથી અને અતિશય મુંઝવણ થતાં તુરત શીતરમાને વહાણ થંભવાનું કારણ પૂછવા ગયે કે-“હે મા ! હવે શું ઉપાય લે?” શકેતર માએ જવાબ આપે કે-“ હે શેઠ ! વહાણ તે દેવતાએ થંભાવ્યાં છે, માટે જે બત્રીસલક્ષણા પુરુષનું તેને બલિદાન આપવામાં આવે તો તારાં વહાણ બંધનથી મુક્ત થશે.” આવું સાંભળીને શેઠ તે સંબંધી વિચાર કરીને બત્રીસલક્ષણ નરને હાથ કરવા રાજાની પાસે જવાના નિશ્ચય પર આવ્યો. –૧ થી ૧૭ ઢાળ ત્રીજી– શ્રેણિક મન અચરિજ થયો–એ દેશી. ધવલ શેઠ લેઈ ભેંટણું, આ નરપતિ પાય રે; કહે એક નર મુજને દિયે, જિમ બલિ બકુલ થાય રે. ઘ૦ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy