SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ બીજો. પs કુંવર કહે સસરા તણે, બનેં ન લીજે રાજ રે; આપ પરાક્રમ જિહાં નહીં, તે આવે કુણુ કાજ રે. ક્રીડા. ૪ તેહ ભણી અમે ચાલશું, જેશું દેશ વિદેશ રે; ભૂજાબલેં લખમી લહી, કરશું સફલ વિશેષ રે. ક્રીડા પ અર્થ–સસરાજીનું કહેવું સાંભળી કુંવરે કહ્યું “સસરાના બળવડે રાજ્ય લેવું હું પસંદ કરતા નથીકેમકે જ્યાં પિતાનામાં પરાક્રમ નહીં ત્યાં પારકું પરાક્રમ શું કામ આવે ? માટે પોતાનું પરાક્રમ જાહેરમાં લાવવા અહીથી રવાના થઈશું અને દેશવિદેશ જઈ ભુજાઓના બળથી લક્ષ્મી પ્રાપ્ત કરી રાજ્યલક્ષ્મી હાથ કરવા આદિ સર્વ ધારેલી ધારણું સફળ કરીશું.” -૪ થી ૫ માય સુણી આવી કહે, હું આવીશ તુમ સાથ રે; ઘડી ન ધીરૂં એકલો, તેહિ જ એક મુજ આથ રે. ક્રીડા ૬ કુંવર કહે પરદેશમાં, પગબંધન ન ખટાય રે; તિણું કારણું તમે ઈહાં રહે, ઘો આશિષ પસાય રે. ક્રીડા૭ માય કહે કુશલા રહો, ઉત્તમ કામ કરેજો રે; ભૂજબળે વૈરી વશ કરી, દરિસણું વહેલું દેજે રે. ક્રીડા ૮ સંકટ કષ્ટ આવી પડે, ધરજો નવપદ ધ્યાન રે; યણી રહેજે જાગતાં, સર્વ સમયે સાવધાન રે. ક્રીડા, ૯ અધિષ્ઠાયક સિદ્ધચક્રનાં, જેહ કહ્યાં છે ગ્રંથે રે; તે સવિ દેવી દેવતા, યતન કરો તુમ પંથે રે. ક્રીડા ૧૦ એમ શિખામણ દઈ ઘણી, માતા તિલક વધાવે રે; શબ્દ શકુન હોયે ભલા, વિજય મુહૂરત પણ આવે રે. ક્રીડા ૧૧ રાસ રચ્યો શ્રીપાલનો, તેહને બીજે ખંડે રે; પ્રથમ ઢાલ વિનયે કહી, ધર્મ ઉદય સ્થિતિ મંડે રે. ક્રીડા ૧૨ અર્થ-કુંવરનો આ વિચાર માતા કમળપ્રભાના જાણવામાં આવતાં તુરત તે કુંવર પાસે આવી કહેવા લાગી-“હે પુત્ર ! હું પણ તારી સાથે જ આવીશ. હું હવે ઘડીભર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy