SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ બીજે. કેડ લંક કેસરી સમે, સેવનવન્ત શરીર; ફૂલ ખરે મુખ બોલતાં, ધ્વનિ જલધર ગંભીર. ચિક ચોક ચહુટે મિલ્યાં, રૂપું મહ્યાં લોક; મહેલ ગોખ મેડી ચડે, નરનારીના થક. અર્થ –એક દિવસ મેટા સિન્ય સહિત યૌવન અવસ્થાવાળો અને રસિલે રૂપવંત શ્રીપાળ કુંવર ઉજજયનીના બજાર-ચૌટામાંથી પસાર થતો વનશ્રીની લીલામાં રમવા જવાની ઈચ્છાએ નીકળ્યો. જેનું પૂનમના–પૂર્ણ ચંદ્રમાના સરખું (અમૃતમય–તેજસ્વી શાંતિ પૂર્ણ) મુખ હતું, તથા આઠમના ચંદ્રમા જેવા દેખાવનું કપાળ, અમૃતના ભરેલાં કાળાં જેવા લેચ, લાલ પરવાળા જેવા (રાતા) હેઠ, દાડમની કળી જેવા (સરખા) દાંત, શંખના સરખું મનહર રેખાદાર ગળું (ગર્દન), શહેરના દરવાજાના કમાડની પેઠે (વિશાળ) હદયપ્રદેશ, કમાડને આડ દેવાની ભુગળ જેવા લાંબા હાથ, સિંહની કમરના લાંક જેવી (પાતળી) કેડ, અને સોનાના સરખું (પવિત્ર-નિર્મળ-દેષ રહિત) શરીર છે, અને મોંમાંથી વચન બોલતાં જાણે ફૂલ ખરતાં ન હોય ! તેવા મનગમતાં વચને, તેમ જ મેઘની ગર્જના સરખે ગંભીર ઇવનિ-સ્વર હતો. તેવા શ્રીપાળકુંવરની સવારી જતી જોઈ કુંવરના સુરૂપથી મહ પામીને શહેરના ચેક ચેક અને ચહુટાની અંદર પુષ્કળ જથ્થાબંધ સ્ત્રી પુરૂનાં ટોળાં મળ્યાં, તથા કોઈ મહેલની અગાશી ઉપર, કોઈ ગેખ-ઝરૂખામાં અને કોઈ મેડી માળિયે ચડી કુંવરનું રૂપ નિહાળવા લાગ્યાં. મુગ્ધા પૂછે માયને, માય એ કુણુ અભિરામ; ઈંદ ચંદ કે ચકવી, શ્યામ રામ કે કામ. માય કહે માટે સ્વરે, અવર મ ઝંખે આલ; જાય જમાઈ રાયનો, રમવા કુંવર શ્રીપાલ. વચન સુણી શ્રીપાલને, ચિત્તમાં લાગી ચોંક; ધિક સસરા નામે કરી, મુજ ઓળખાવે લોક. ઉત્તમ આપણુણે સુણ્યા, મક્ઝિમ બાપ ગુણેણુ; અધમ સુણ્યા માઉલ ગુણે, અધમાધમ સસુરેણુ. અર્થ –એ વખતે એક ભેળી બાલિકાએ શ્રીપાળ મહારાજને જોઈ પિતાની માને પુછયું કે-“મા ! આ મનહર છે તે ઈદ્ર છે? ચંદ્ર છે? ચક્રવર્તિ છે? રામ છે? –૩ થી ૭ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy