________________
8
ખંડ બીજે
વસ્તુનિર્દેશાત્મક-મંગલાચરણું.
દેહરા-છંદ. સિદ્ધચક્ર આરાધતાં, પૂરે વાંછિત કેડ; સિદ્ધચક્ર મુજ મન વરચું, વિનય કહે કર જોડ. શારદ સાર દયા કરી, દીજે વચન વિલાસ;
ઉત્તર કથા શ્રીપાલની, કહેવા મન ઉલ્લાસ. અર્થ કવિ વિનયવિજયજી હાથ જોડીને ભક્તિ પુર:સર કહે છે કે-જે શ્રી સિદ્ધચકયંત્રની આરાધન કરનારાં પવિત્ર મનુષ્યોના મનમાં ધારેલી ધારણાઓ સફળ થતાં તેમના મનવાંછિત પૂર્ણ કરે છે; તે સિદ્ધચકયંત્ર મારા મનમંદિરની અંદર કાયમપણે નિવાસ કરી રહેલ છે.–હે શારદાદેવી ! આપ શ્રીમતી મારા ઉપર દયા કરીને મને મારાં વચનની અંદર રસિકજનનાં મન રંજન કરે તેવી સુંદર રસિક વિલાસવાળી કાવ્યરચનાશક્તિ આપે કે જેથી બીજા ખંડની અંદર શ્રીશ્રીપાળ મહારાજની જે વાર્તા કહેવા મારૂં મન ઉલ્લાસવંત થયું છે તે વાર્તાને રસમય બનાવું.
–૧ થી ૨ એક દિન રમવા નીકલ્ય, ચહટે કુંવર શ્રીપાલ; સબલ સૈન્યશું પરવર્યો, વન રૂપ રસાલ. મુખ સહ પુરણ શશી, અર્ધચંદ્ર સમ ભાલ; લોચન અભિય કલડાં, અધર અરૂણું પરવાલ. દંત જિમ્યા દાડિમ કલી, કંઠ મનહર કંબુ; પુર કમાડ પરિ હૃદયતટ, ભૂજ ભેગલ જિમ લંબુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org